સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત

PC: twitter.com

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં સોમવારે સવારે 3.27 વાગ્યે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે થયો હતો. જો કે આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે, ઘટનાના 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી. પેસેન્જરે કહ્યું, 'મારવાડ જંક્શનથી રવાના થયાના 5 મિનિટની અંદર, ટ્રેનની અંદર વાઇબ્રેશનનો અવાજ સંભળાયો અને 2-3 મિનિટ પછી ટ્રેન બંધ થઈ ગઈ. અમે નીચે ઉતરીને જોયું કે, ઓછામાં ઓછા 8 સ્લીપર ક્લાસ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.

નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ આ ઘટના વિશે જણાવ્યું કે, 'બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે 11 કોચને અસર થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

ઉત્તર પશ્ચિમ રેલવેએ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી શકે છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના CPROએ કહ્યું કે, મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે, રેલ્વે મુસાફરોને વિલંબથી બચાવવા માટે રેલ્વે વિભાગે ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

 

જોધપુર- 02912654979, 02912654993, 02912624125, 02912431646, પાલી મારવાડ- 02932250324

રેલ અકસ્માતને કારણે 12 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કોઈમ્બતુરથી 31 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવા ડાયવર્ટ કરાયેલા માર્ગ મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેડતા રોડ-બીકાનેર દ્વારા ચલાવવામાં આવશે, જ્યારે ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રેલ સેવા 1 જાન્યુઆરી, 2023ના રોજ દાદરથી શરૂ થનારી, મારવાડ જંકશન-મદર-ફૂલેરા-મેડતા રોડ દ્વારા ચલાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp