26th January selfie contest

લાલુની ફેમિલી પર ED-CBIની રેડથી નીતિશ સૌથી વધારે ખુશ, સુશીલ મોદીએ જણાવ્યું કારણ

PC: thehindu.com

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોના આવાસ પર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIની છાપેમારીથી સૌથી વધારે ખુશી મુખ્યમંત્રી નીતિશ કુમારને મળી રહી છે. સુશીલ કુમાર મોદીએ તેનું કારણ પણ બતાવ્યું છે. અરરિયા પહોંચેલા સુશીલ મોદીએ પત્રકારોને સંબોધિત કરતા આ વાત કહી હતી.

ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લાલુ પરિવારને ટોર્ચર કરવાના આરોપ એકદમ પાયાવિહોણા છે. ED અને CBI માત્ર પોતાનું કામ કરી રહી છે. લાલુજીએ કામ જ એવું કર્યું છે જેનું પરિણામ તેમની સાથે સાથે આખા પરિવારને ચૂકવવું પડી રહ્યું છે. સુશીલ કુમાર મોદીએ EDની કાર્યવાહીને એકદમ યોગ્ય અને કાયદાથી યોગ્ય બતાવી છે. સુશીલ મોદીએ કહ્યું કે, નીતિશ કુમાર એટલે ખુશ છે કેમ કે છાપેમારીના કારણે તેમના પર રાષ્ટ્રીય જનતા દળ (JDU)નો દબાવ હતો, તે ઓછો થઈ જશે કે સમાપ્ત થઈ જશે.

જનતા દળ વારંવાર નીતિશ કુમાર પર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનો દબાવ બનાવી રહી હતી. તેમને કહેવામાં આવી રહ્યું હતું કે, તમે રાજીનામું આપીને તેજસ્વી યાદવને સત્તાની સોંપી દો. ED અને CBIની કાર્યવાહી બાદ જનતા દળ અને તેમનો આખો પક્ષ પોતાને બચાવવામાં આવી ગયો છે. જેથી નીતિશ કુમારને રાહત અનુભવાઈ રહી છે. સુશીલ મોદીએ દાવો કર્યો કે, નીતિશ કુમાર ઈચ્છે છે કે તેજસ્વી યાદવ જેલ જતા રહે. એમ થવા પર નીતિશ કુમારને વર્ષ 2025 સુધી બિહારના મુખ્યમંત્રીના પદ પર બન્યા રહેવામાં કોઈ પરેશાની નહીં આવે.

તેમના પર રાષ્ટ્રીય જનતા દળના નેતા અલગ-અલગ એંગલથી દબાવ બનાવી રહ્યા હતા કે, રાજીનામું આપીને કેન્દ્રની રાજનીતિ કરો અને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી દો. છાપેમારી બાદ જનતા દળ તરફથી જે કટાક્ષ કરવામાં આવી રહ્યો હતો તે બંધ થઈ ગયો છે. લાલુ પ્રસાદ યાદવ પર EDની છાપેમારીથી નીતિશ કુમારની પાર્ટી જનતા દળમાં વ્યાપેલા અસંતોષને દબાવવમાં પણ નીતિશ કુમારને સફળતા મળી છે.

નીતિશજીએ પોતાની પાર્ટીના નેતાઓને છોડીને તેજસ્વી યાદવને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા. આ કારણે જનતા દળમાં વિદ્રોહની સ્થિતિ છે. હાલમાં આ વિદ્રોહ પણ ઠંડો પડી ગયો છે કેમ કે તેજસ્વી યાદવની જેલ જવાની સંભાવના વધી ગઈ છે. જો કે, અંદરખાને મુખ્યમંત્રી નીતિશ કુમારનો ઉત્તરાધિકારી માનનારા નેતા ખુશ છે. તેમણે આગળ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે નીતિશ કુમાર અને લલન સિંહ જવાબદાર છે. એ જ લોકોએ બધા કાગળ અને પુરાવા CBIને ઉપલબ્ધ કરાવ્યા હતા. જ્યારે ડૉ. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા, એ સમયે લલન સિંહ અને સ્વર્ગીય શરદ યાદવ વડાપ્રધાનને આવેદનપત્ર આપવા ગયા હતા.

તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લાલુ રેલ મંત્રી રહેતા સતત જમીન લખાવી રહ્યા છે અને તેના બદલામાં લોકોને નોકરી આપી રહ્યા છે. તેમણે તેના પ્રમાણ પણ આપ્યા હતા. માગ કરવામાં આવી હતી કે આ પ્રકારની તપાસ CBI પાસે કરાવવામાં આવે. લાલુ યાદવ મનમોહન સિંહની સરકારના રેલ મંત્રી હતા. એટલે કેસ દબાઈ ગયો. જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ઈમાનદાર સરકાર બની તો કેન્દ્રીય તપાસ એજન્સી ખૂલીને કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp