જેટલા પણ હિન્દુ તીર્થસ્થળ છે, ત્યાં એક સમયે બૌદ્ધ મઠ હતા: સ્વામી પ્રસાદ મૌર્ય

PC: indianexpress.com

ઉત્તર પ્રદેશ વારાણસી જ્ઞાનવાપી મસ્જિદનો કેસ અલ્લાહાબાદ હાઇ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને બુધવારે કલાકો સુધી સુનાવણી થઈ, હવે આ કેસમાં 27 જુલાઇ એટલે કે આજે ફરી થશે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના મહાસચિવ અને LLC સ્વામી પ્રસાદ મૌર્યએ જ્ઞાનવાપી કેસને લઈને મોટું નિવેદન આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, મંદિર અને મસ્જિદ અગાઉ ત્યાં બૌદ્ધ મઠ હતો. તેનો કેસ કોર્ટમાં છે એટલે તેને બહેસનો મુદ્દો નહીં બનાવી શકીએ, પરંતુ ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે જેટલા પણ હિન્દુ તીર્થસ્થળ છે, ત્યાં પહેલા એક સમયે બૌદ્ધમઠ હતા.

તેમણે કહ્યું કે, એટલે વાત માત્ર મંદિર-મસ્જિદની નથી, બૌદ્ધ મઠ પણ હશે, પરંતુ અરસપરસના સૌહાર્દ અને ભાઇચારો બન્યો રહે. હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ આપણે બધા ભાઈ ભાઈ છીએ. એટલે 1 ઓગસ્ટ 1947ની યથાસ્થિતિને પણ બનાવી રાખવામાં આવે, ત્યારે જ શાંતિ અને ચેન બન્યું રહેશે. ASI તેની તપાસ કેમ નહીં કરી શકે? પરંતુ મસ્જિદ અગાઉ ત્યાં મંદિર હતું તો મંદિર અગાઉ ત્યાં શું હતું? ASIએ તેની પણ તપાસ કરવી જોઈએ.

આ દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યએ બદ્રીનાથ ધામને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વિકિપીડિયામાં લખ્યું છે કે, અંતિમ શતાબ્દી સુધી તે બૌદ્ધ મઠ હતો, ત્યારબાદ તેને શંકરાચાર્યએ બદ્રીનાથ ધામ બનાવ્યું હતું. તો ઓમ પ્રકાશ રાજભરને લઈને સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, તેનાથી વધારે હલકો માણસ કોઈ નથી, તે થૂંકીને ચાટે છે અને હું તેના સ્તર પર ક્યારેય નહીં પડી શકું. પાણી પીને ભાજપને ગાળો આપતા હતા, આજે ત્યાં જ જતા રહ્યા. એ સિવાય સમાજવાદી પાર્ટીના નેતાએ મણિપુર હિંસાને લઈને પણ સવાલ ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે, મણિપુર હિંસાથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ભાજપ જાત જાતના મુદ્દા લાવી રહી છે. તેમાં એક પાકિસ્તાનથી વિઝા વિના ભારત આવેલી સીમા હૈદરનો મુદ્દો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ, સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસની એક ચોપાઈને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનાથી ઉત્તર પ્રદેશની રાજનીતિ ગરમાઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. વારાણસી જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને હિન્દુ પક્ષ આંદોલન કરવા જઈ રહ્યું છે. હિન્દુ પક્ષ રામ મંદિર આંદોલનની જેમ જ જ્ઞાનવાપીને જન આંદોલનનું રૂપ આપવા લાગી ગયું છે. તો અગાઉ જ્ઞાનવાપી કેવું હતું, તેનું એક મોડલ તૈયાર કર્યું છે, જેને જનતા વચ્ચે લઈ જવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp