ટી.વી. ડિબેટમાં સ્વામી પ્રસાદ મૌર્ય અને રાજૂ દાસ વચ્ચે થઇ મારામારી

PC: indiatoday.in

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય રામચરિતમાનસને લઇને પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ચાલી રહ્યા છે. આ અનુસંધાને એક ટી.વી. કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં રાજૂ દાસ પરમહંસ પણ ઉપસ્થિત હતા, તેમની સાથે તીખી બહેસ શરૂ થઇ ગઇ હતી. ત્યારબાદ એ બહેસના કારણે મારામારી સુધીની નોબત આવી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ડિબેટ દરમિયાન રાજૂ દાસ પરમહંસ એ વાત પર ગુસ્સે ભરાઇ ગયા કે સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા ભગવાન રામનું અપમાન કરવામાં આવ્યું.

આ કારણે ડિબેટ દરમિયાન બંને તરફથી તીખી બહેસ શરૂ થઇ ગઇ. જોત જોતામાં માહોલ વધુ ગરમ થઇ ગયો અને મારામારી સુધીની નોબત આવી ગઇ. રાજૂ દાસ તો દાવો કરી રહ્યા છે કે સ્વામી પ્રસાદ મૌર્યએ તેમને માર્યા છે. આ કારણે તેઓ સ્વામી પ્રસાદ મૌર્ય સામે ફરિયાદ નોંધાવવા જઇ રહ્યા છે. આમ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ પોલીસ કમિશનરને ચિઠ્ઠી લખી હતી. તેમણે પોતાની ચિઠ્ઠીમાં જણાવ્યું કે, તાજ હોટલમાં આયોજિત કાર્યક્રમથી નીકળવા દરમિયાન અયોધ્યાના હનુમાનગઢીના મહંત રાજૂ દાસ અને તેમના સમર્થકો દ્વારા તલવાર અને ફરસાથી હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

રિપોર્ટ્સ મુજબ, થોડા દિવસ અગાઉ સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસને લઇને વિવાદિત નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે કરોડો લોકો રામચરિતમાનસ વાંચતા નથી, બધુ બકવાસ છે. તે તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું હતું. સ્વામીપ્રસાદ મૌર્ય અહીં જ ન રોકાયા, તેમણે કહ્યું કે, સરકારે તેને ધ્યાનમાં લેતા રામચારિતમાનસના જે આપત્તિજનક અંશ છે, તેને બહાર કરી દેવા જોઇએ કે, પુસ્તક પર જ પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સવાલ ઉઠાવતા એમ પણ કહ્યું હતું કે, બ્રાહ્મણ ભલે લંપટ, દુરાચારી, અભણ હોય, પરંતુ તે બ્રાહ્મણ છે તો તેને પૂજનીય બતાવવામાં આવ્યા છે, પરંતુ શુદ્ર ગમે એટલા જ્ઞાની, વિદ્યાવાન કે પછી જાણકાર હોય, તેનું સન્માન ન કરો, શું આ જ ધર્મ છે? આ એક નિવેદનના કારણે સ્વામી પ્રસાદ મૌર્ય પર ઘણા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેને મોટો મુદ્દો બનાવ્યો હતો અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp