26th January selfie contest

પઠાણ: સ્વરા ભાસ્કરનો નેતાને ટોણો, અભિનેત્રીના કપડાને બદલે કામ પર ધ્યાન આપો

PC: dnaindia.com

વિવાદાસ્પદ અને બોલ્ડ નિવેદનો માટે જાણીતી બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરેએ પઠાણ ફિલ્મના લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદમાં ઝુકાવ્યું છે. અભિનેત્રીએ નામ લીધા વગર એક રાજકીય નેતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નેતાએ અભિનેત્રીએ કેવા કપડાં પહેર્યા છે તેની પર ધ્યાન આપવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું જોઇએ. અમે પણ અમારા કામ પર ફોકસ કરીએ છે એમ સ્વરાએ કહ્યું હતું.

બૉલિવુડ એક્સટ્રેસ સ્વરા ભાસ્કર કોઇકને કોઇક કારણોસર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.એકટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એકટીવ છે. તે અવારનવાર લગભગ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યકત કરતી રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાણ' વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કોઈનું નામ લીધા વિના તેણે કહ્યું છે કે નેતા અભિનેત્રીના કપડા ઓછા જુએઅને પોતાના કામ પર ધ્યાન આપે.

સ્વરા ભાસ્કર હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે 'પઠાણ' ફિલ્મના ગીત 'બેશરમ રંગ'ના વિવાદ પર મીડિયાને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આપણા નેતાઓ અભિનેત્રીઓના કપડાં  પર ઓછું અને તેમના કામ પર વધુ ફોકસ કરે તો સારું રહેશે, જેમ કે અમે કામ પર ફોકસ કરી રહ્યા છીએ. હવે અભિનેત્રીના આ નિવેદનને સોશિયલ મીડિયા પર મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પર ટોણાં તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 'બેશરમ રંગ' ગીત રીલિઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગયું હતું. ગીતમાં ભગવા રંગના કપડાં પહેરેલી અભિનેત્રી દીપિકા પાદુકોણને લઈને ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા રાજ્યોમાં, ફિલ્મ પર અશ્લીલતા ફેલાવવાનો અને ભગવા રંગનું અપમાન કરવાનો આરોપ છે. તે જ સમયે મધ્ય પ્રદેશના ભાજપના નેતા અને ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ ગીતને ફિલ્મમાંથી હટાવવાનું કહ્યું હતું.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ તાજેતરમાં અમદાવાદના એક મોલમાં હંગામો કર્યો હતો અને ફિલ્મ પઠાણના પોસ્ટરો ફોડી નાંખ્યા હતા. હવે વિવાદ વચ્ચે 10 જાન્યુઆરીએ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું અને ઘણા લોકોએ જોયું હતું,

અભિનેત્રી સ્વરા ભાસ્કરે ડિસેમ્બરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 'ભારત જોડો યાત્રા'માં ભાગ લીધો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા છેલ્લે ગયા વર્ષે ફિલ્મ 'જહાં ચાર યાર'માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં મર્ડર મિસ્ટ્રી ફિલ્મો 'મીમાંસા' અને 'મિસિસ ફલાની'માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp