સ્વરાએ શ્રદ્ધાના 35 ટુકડા જોયા નહીં હોય, જલદી જ થશે છૂટાછેડા: સાધ્વી પ્રાચી

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને SP નેતા ફહાદ અહેમદ ચર્ચામાં છે. અહીં તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ ફહાદ અહેમદ સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં વીડિયોમાં બંનેનો પ્રેમ દેખાઈ રહ્યો હતો. ફેન્સ પણ કપલને અભિનંદન આપી રહ્યા છે. સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહેમદ મુસ્લિમ છે અને તે હિન્દુ છે, તેઓએ આંતર-ધર્મ લગ્ન કર્યા છે, જેના કારણે યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ સાધ્વી પ્રાચીએ પણ તેમના પર નિશાન સાધ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે સ્વરા ભાસ્કરે શ્રદ્ધા વોકરના 35 ટુકડા જોયા નથી, તેમણે કહ્યું કે સ્વરા ભાસ્કરે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈતો હતો. શ્રધ્ધા અને નિક્કી જેવા હાલ થઇ શકે છે. સાથે જ તેણે કહ્યું, 'સ્વરા પહેલાથી જ હિંદુ વિરોધી નિવેદનો આપતી રહી છે. હવે ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને તેણે સાબિત કરી દીધું છે કે તે હિંદુ વિરોધી છે. કદાચ સ્વરાએ ફ્રિજ અને સૂટકેસમાં રાખેલા શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા જોયા ન હશે.' સાધ્વી પ્રાચીએ કહ્યું કે, 'ટૂંક સમયમાં મીડિયાને તેમના છૂટાછેડાના સમાચાર મળશે.'

સ્વરા ભાસ્કરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે ફહાદને ભાઈ કહીને બોલાવ્યો હતો. પોસ્ટ કરતી વખતે સ્વરાએ લખ્યું કે 'હેપ્પી બર્થડે ફહાદ મિયાં! ભાઈ તમારો આત્મવિશ્વાસ બરકરાર રહે, ફહાદ અહેમદ ખુશ રહો, સેટલ થઈ જાઓ.. તમારી ઉંમર વીતી રહી છે, હવે લગ્ન કરો! તમારો જન્મદિવસ અને વર્ષ શાનદાર રહે દોસ્ત.’ સાધ્વી પ્રાચીએ આના પર પ્રતિક્રિયા આપતા લખ્યું- ‘સારું, તો તે તારો ભાઈ છે.’ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની પહેલી મુલાકાત એક વિરોધ પ્રદર્શન દરમિયાન થઈ હતી. સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે 6 જાન્યુઆરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી હતી. ફહાદ અહેમદ મહારાષ્ટ્ર અને મુંબઈમાં સમાજવાદી પાર્ટીની યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં અભ્યાસ કર્યો છે. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં MPhil કર્યું અને પછી PHD પણ કર્યું.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.