10 વર્ષ જૂના પ્રેમને હાંસલ કરવા સ્વીડનથી ભારત પહોંચી પ્રેમિકા, લીધા 7 ફેરા

PC: patrika.com

કહેવાય છે કે પ્રેમ સરહદોના બંધનને માનતો નથી, એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના જનપદ એટામાં સામે આવી છે. અહીં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે, જ્યાં સાત સમુદ્ર પાર કરીને સ્વીડનથી પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા, શુક્રવારે થયેલા અનોખા લગ્નને જોવા માટે આસપાસના લોકો પહોંચ્યા હતા. હવે આ લગ્ન વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. શુક્રવારે સ્વીડનથી એક યુવતી એટા જિલ્લાના અવાગઢ વિસ્તારમાં પહોંચી હતી.

અહીંના રહેવાસી યુવક પવન સાથે તેનો 10 વર્ષથી ફેસબુક પર પ્રેમ ચાલી રહ્યો હતો. બંનેએ હિન્દુ રીત-રિવાજો મુજબ પારંપરિક રૂપે લગ્ન કર્યા. અવાગઢના રહેવાસી ગિમત સિંહ બાઇક રિપેરિંગનું કામ કરે છે. તેનો પુત્ર પવન બીટેક કર્યા બાદ દેહરાદૂનમાં નોકરી કરે છે. પવનની મુલાકાત ક્રિસ્ટન સાથે ફેસબુક દ્વારા થઇ અને ધીરે ધીરે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી ગઇ. બંને ફોન કોલ અને વીડિયો કોલથી સતત વાતચીત કરવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 1 વર્ષ પહેલા પવન આગ્રા જઇને તેને મળ્યો હતો, અહીં બંનેએ પ્રેમની નિશાની તાજમહલ સાથે જોયો.

તેની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય પણ કરી લીધો. પવને જણાવ્યું કે, તેના પરિવારજનોને કોઇ આપત્તિ નહોતી. લગ્નના કાર્યક્રમને લઇને શુક્રવારે સવારથી જ પવનના ઘરમાં ખુશીઓ છવાઇ રહી. પીઠી અને મંડપનો કાર્યક્રમ થયા બાદ ગત રાત્રે હિન્દુ રીતિ-રિવાજોથી બંનેના ખૂબ ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. ક્રિસ્ટન લિવર્ટ પહેલા આગ્રા પહોંચી, તો મોડી સાંજે અવાગઢ પહોંચી ગઇ. જ્યાં જેસલમેર રોડ પર સ્થિત પ્રેમા દેવી સ્કૂલમાં બંનેના લગ્નનો કાર્યક્રમ કરાવવામાં આવ્યો. પિતાએ જણાવ્યું કે, બાળકોની ખુશીમાં જ અમારી ખુશી છે. અમે પૂરી રીતે આ લગ્નથી સહમત છીએ. બીજી તરફ વિદેશથી આવેલી દુલ્હનના સમાચાર આખા વિસ્તારમાં ફેલાઇ ગઇ અને બંનેના લગ્ન જોવા માટે તમામ લોકો પહોંચ્યા.

એક રિપોર્ટ મુજબ પ્રેમીને મળવા માટે સ્વીડિશ પ્રેમિકા 10 વર્ષમાં 8 વખત ભારત આવી હતી. આ દરમિયાન પવનને મળતી રહી. આ પ્રેમ વધતો ગયો અને તે પોતાના પ્રેમીના પરિવારજનોને પણ મળી. એક રિપોર્ટ મુજબ પવન DRDOમાં જોબ કરતો હતો, જે કોઇ કારણવશ છૂટી ગઇ અને હવે તે જોબ શોધી રહ્યો છે, પરંતુ ક્રિસ્ટન પર તેની કોઇ અસર ન પડી અને તે 27 જાન્યુઆરીના રોજ સ્વીડનથી આગ્રા પહોંચી, જ્યાં પવનનો પરિવાર તેને ત્યાં લઇ ગયો. એક રિપોર્ટ મુજબ ક્રિસ્ટન થોડા દિવસ અહીં રહેશે અને ત્યારબાદ પવન પણ તેની સાથે સ્વીડન જશે, જ્યાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ પણ લગ્ન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp