
હૈદરાબાદમાં સ્વિગીનો ડિલિવરી બોય મોહમ્મદ રિઝવાન ગ્રાહકના કૂતરાથી બચવા માટે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદી ગયો હતો, ત્યારબાદ તે 14 જાન્યુઆરીએ હોસ્પિટલમાં જીવનની લડાઈ હારી ગયો હતો. જાણો શું હતો સમગ્ર મામલો?
હૈદરાબાદમાં પાલતુ શ્વાનના ભસવાથી ડરીને બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદવાથી 23 વર્ષના ફૂડ ડિલિવરી બોયને ગંભીર ઈજાઓ થઈ હતી. હવે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ચાર દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા પછી, મોહમ્મદ રિઝવાન (23)એ રવિવારે મોડી રાત્રે નિઝામની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (NIMS)માં અંતિમ શ્વાસ લીધા. રિઝવાન જે ફૂડ ડિલિવરી એપ સ્વિગી માટે કામ કરતો હતો, 11 જાન્યુઆરીએ બંજારા હિલ્સમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, તે લુમ્બિની રોક કેસલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગયો હતો. જ્યારે તેણે એક ફ્લેટનો દરવાજો ખખડાવ્યો ત્યારે એક શ્વાન તેની તરફ ધસી આવ્યો. પોતાને બચાવવાના પ્રયાસમાં રિઝવાન ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફ્લેટની માલિક શોભનાએ એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.
રિઝવાનના ભાઈ મોહમ્મદ ખાજાએ બંજારા હિલ્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કાર્યવાહીની માંગ કરી. શહેરના યુસુફગુડા વિસ્તારના શ્રીરામ નગરમાં રહેતા રિઝવાનના પરિવારે ન્યાયની માંગ કરી છે. તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યા પછી ગ્રાહક ફોન કોલ્સનો જવાબ આપી રહ્યો નથી.
Telangana | A Swiggy delivery boy,Rizwan died at a hospital in Banjara Hills PS limits.He was attacked by a pet dog while he went for delivery&fell down the first floor of the building while trying to escape. Banjara Hills Police registered a case against Shobana, the dog's owner
— ANI (@ANI) January 16, 2023
ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા વિજય ગોપાલે માગણી કરી હતી કે માલિક સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 338 હેઠળ કેસ નોંધવો જોઈએ કારણ કે શ્વાનને બાંધવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) એ તપાસ કરવી જોઈએ કે માલિક પાસે શ્વાન માટે લાઇસન્સ છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp