મંદિર પરિસરમાં મટન પહોંચાડવાનો ડિલીવરી બોયનો ઇનકાર, કહ્યું, હું સનાતની હિંદુ છું

PC: reddit.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્વિગીનો ડિલીવરી બોય દિલ્હીના મરઘટ વાળા હનુમાન મંદિર પરિસરમાં મટન કોરમાની ડિલીવરી કરવાનો ઇન્કાર કરી રહ્યો છે. આ ડિલીવરી બોયનું નામ છે સચિન પંચાલ.મંદિર પરિસરમાં મટનની ડિલીવરીના ઇન્કાર પછી સચિન સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. હિંદુ સંગઠનોએ તેનું સન્માન પણ કર્યું છે. સચિને કહ્યું કે, હું સનાતની હિંદુ છું એટલે મંદિર પરિસરમાં મટનની ડિલિવરી ન કરી શકું.

સચિન પંચાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેને કારોલ બાગમાં આવેલા નજીર ફુડમાંથી મટન કોરમા અને રોટી ડિલીવરી કરવાનો ઓડર્ર મળ્યો હતો. સચિન જ્યારે લોકેશન પર પહોંચ્યો ત્યારે ખબર પડી કે મરઘટ વાળા હનુમાન મંદિર પરિસરમા બનેલી રામ કચોરીની દુકાન પર ડિલીવરી કરવાની છે. એટલે સચિન પંચાલે મટન કોરમાનો ઓર્ડર કરનાર અભિષેક શર્માને ડિલીવરી કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને પછી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

સચિને કહ્યું કે, ગયા મંગળવારની વાત છે, જ્યારે તે ઓર્ડર લઈને પહોંચ્યો તો તેણે જોયું કે લોકેશન મંદિરની નજીક ખતમ થઈ ગયું છે. રામ કચોરી જે મંદિર પરિસરની અંદર છે ત્યાં ડિલીવરી પહોંચાડવાની હતી પરંતુ મેં ના પાડી. ઓર્ડર આપનાર અભિષેક શર્માએ મને કહ્યું કે અહીં 365 દિવસની ડિલિવરી થાય છે, તમે ડિલીવરી લઇને અંદર આવો, પરંતુ મેં ના પાડી અને બાદમાં ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો હતો.સચિને કહ્યુ કે આમાં કોઇ ષડયંત્ર નથી, હું અભિષેક શર્માને ઓળખતો નથી. સનાતની હિંદુ ધર્મમાં મારી આસ્થા છે એટલે ના પાડી, કદાચ અભિષેક શર્મા ડિલીવરી લેવા બહાર આવતે તો પણ હું ડિલીવરીનો ઇન્કાર કરી દેતે.

સચિને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અત્યારે સ્વિગીમાં મારી ID એક્ટિવ છે, પરંતુ મેં નિર્ણય કરી લીધો છે કે હું સ્વિગી સાથે આગળ કામ નહીં કરું.મને શંકા છે કે સ્વિગી કોઇ પણ બહાનું બતાવીને મને નોકરીમાંથી કાઢી મુકશે. સચિને કહ્યું કે મેં સ્વિગીના કસ્ટમર કેરને પણ જાણ કરી હતી કે, જયાં ભગવાન હનુમાનનો પ્રસાદ અને કચોરી રોજ તૈયાર કરવામાં આવે છે ત્યાં હું મટનની ડિલીવર નહીં કરું.

એ પછી હિંદુ સમાજે સચિન પંચાલનું સન્માન પણ કર્યું હતું. સચિન અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp