ભિખારીએ કોરોના બાદ CM રાહત કોષમાં આપ્યા 50 લાખ રૂપિયા

On

મોટા ભાગના ધર્મોમાં દાનને સૌથી મોટા ગુણોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો છે જે દાનમાં મળેલા ધનને પણ દાન કરે છે. એવી જ રીતે તામિલનાડુના એક 72 વર્ષીય ભિખારી પૂલપાંડિયને CM રાહત કોષમાં અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કરીને મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. તામિલનાડુના તૂતૂકડી જિલ્લાના રહેવાસી ભિખારી પૂલપાંડિયને મે 2020માં પહેલી વખત CM રાહત કોષમાં 10 હજાર રૂપિયા દાન કર્યા હતા.

ત્યારબાદ તેણે ઘણા જિલ્લામાં ભીખ માગી. દરેક જિલ્લામાં તેણે જિલ્લા અધિકારીની ઓફિસ જઈને 10 હજાર રૂપિયા દાન કર્યા છે. અત્યાર સુધી તે 8 જિલ્લામાં જઈને CM રાહત કોષમાં 10-10 હજાર રૂપિયાનું દાન કરી ચૂક્યો છે. તેણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે પરિવારમાં એકલો છે. ભિક્ષાથી મળેલા પૈસા તેની જરૂરિયાતથી વધારે છે. તો તે તેને દાન કરી દે છે. પૂલપાંડિયને કહ્યું કે તેનો પરિવાર નથી. તે પોતાના પરિવારમાં એકલો છે. હું જે જિલ્લામાં જાઉ છું. ત્યાં ભિક્ષાથી જે પૈસા મળે છે, તેને એ જ જિલ્લામાં જિલ્લા અધિકારીની ઓફિસમાં જઈને ગરીબોની સહાયતા માટે પૈસા દાનમાં આપી દઉં છું. ત્યારબાદ બીજા જિલ્લા તરફ જાઉં છું.

તેણે આગળ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં તેણે અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કર્યા છે. પૂલપાંડિયનના જણાવ્યા મુજબ તેનો એક મોટો પરિવાર હતો. વર્ષ 1980માં તે પોતાના પરિવાર સાથે મુંબઈ જતો રહ્યો હતો. અહીં તેણે પોતાના પરિવારનુા ભરણ-પોષણ માટે નાની મોટી નોકરી શરૂ કરી, જેમાં 2 ટંકનું ભોજન મળવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. પરિવાર મુશ્કેલીમાં આવી ગયો હતો. એવી પરિસ્થિતિ વચ્ચે 24 વર્ષ અગાઉ તેની પત્ની સરસ્વતીનું નિધન થઈ ગયું હતું.

પૂલપાંડિયને આગળ જણાવ્યું કે, પત્નીના નિધન બાદ તેણે બાળકોનું પાલન-પોષણ કર્યું. તેમના લગ્ન કર્યા. ત્યારબાદ તે તામિલનાડુ જતો રહ્યો. તેના બાળકોએ તેની દેખરેખ કરવાની ના પાડી દીધી. એવામાં તેણે ભીખ માગીને ગુજરાન ચલાવવું પડ્યું. દિવસ વિતતા ગયા અને પૂલપાંડિયન પોતાની જરૂરિયારોને ઓછી કરતા ગયા. આ કારણે તે શિક્ષણ માટે, કોવિડ રીલિફ ફંડ, શ્રીલંકન તામિલ અને CM રીલિફ ફંડમાં પૈસા દાન કરી ચૂક્યો છે. તેણે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન મદુરાઇના જિલ્લા પ્રશાસનની મદદથી રીલિફ ફંડમાં 90 હજાર રૂપિયા દાન કર્યા. આ દાન તેણે 10-10 હજાર રૂપિયાના 9 હપ્તામાં કર્યું. પૂલપાંડિયનના આ ઝનૂનને જોતા જિલ્લા પ્રશાસને તેને સ્વતંત્રતા દિવસના અવસર પર સન્માનિત પણ કર્યો.

Related Posts

Top News

જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

દેશભરમાં મુઘલ શબ્દ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. NCERT પુસ્તકોમાંથી મુઘલોને લગભગ ભૂંસી નાખવાની ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્ર...
National 
જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે...
હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂ (H5N1)ને લઈને પંજાબ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જારી કર્યા છે....
Health 
બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

IPL  ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને એક નાના દેશ વનુઆતુની નાગરિકતા સ્વીકારી લીધી હતી. પરંતુPM ...
World 
લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.