ભિખારીએ કોરોના બાદ CM રાહત કોષમાં આપ્યા 50 લાખ રૂપિયા

PC: twitter.com

મોટા ભાગના ધર્મોમાં દાનને સૌથી મોટા ગુણોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો છે જે દાનમાં મળેલા ધનને પણ દાન કરે છે. એવી જ રીતે તામિલનાડુના એક 72 વર્ષીય ભિખારી પૂલપાંડિયને CM રાહત કોષમાં અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કરીને મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. તામિલનાડુના તૂતૂકડી જિલ્લાના રહેવાસી ભિખારી પૂલપાંડિયને મે 2020માં પહેલી વખત CM રાહત કોષમાં 10 હજાર રૂપિયા દાન કર્યા હતા.

ત્યારબાદ તેણે ઘણા જિલ્લામાં ભીખ માગી. દરેક જિલ્લામાં તેણે જિલ્લા અધિકારીની ઓફિસ જઈને 10 હજાર રૂપિયા દાન કર્યા છે. અત્યાર સુધી તે 8 જિલ્લામાં જઈને CM રાહત કોષમાં 10-10 હજાર રૂપિયાનું દાન કરી ચૂક્યો છે. તેણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે પરિવારમાં એકલો છે. ભિક્ષાથી મળેલા પૈસા તેની જરૂરિયાતથી વધારે છે. તો તે તેને દાન કરી દે છે. પૂલપાંડિયને કહ્યું કે તેનો પરિવાર નથી. તે પોતાના પરિવારમાં એકલો છે. હું જે જિલ્લામાં જાઉ છું. ત્યાં ભિક્ષાથી જે પૈસા મળે છે, તેને એ જ જિલ્લામાં જિલ્લા અધિકારીની ઓફિસમાં જઈને ગરીબોની સહાયતા માટે પૈસા દાનમાં આપી દઉં છું. ત્યારબાદ બીજા જિલ્લા તરફ જાઉં છું.

તેણે આગળ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં તેણે અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કર્યા છે. પૂલપાંડિયનના જણાવ્યા મુજબ તેનો એક મોટો પરિવાર હતો. વર્ષ 1980માં તે પોતાના પરિવાર સાથે મુંબઈ જતો રહ્યો હતો. અહીં તેણે પોતાના પરિવારનુા ભરણ-પોષણ માટે નાની મોટી નોકરી શરૂ કરી, જેમાં 2 ટંકનું ભોજન મળવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. પરિવાર મુશ્કેલીમાં આવી ગયો હતો. એવી પરિસ્થિતિ વચ્ચે 24 વર્ષ અગાઉ તેની પત્ની સરસ્વતીનું નિધન થઈ ગયું હતું.

પૂલપાંડિયને આગળ જણાવ્યું કે, પત્નીના નિધન બાદ તેણે બાળકોનું પાલન-પોષણ કર્યું. તેમના લગ્ન કર્યા. ત્યારબાદ તે તામિલનાડુ જતો રહ્યો. તેના બાળકોએ તેની દેખરેખ કરવાની ના પાડી દીધી. એવામાં તેણે ભીખ માગીને ગુજરાન ચલાવવું પડ્યું. દિવસ વિતતા ગયા અને પૂલપાંડિયન પોતાની જરૂરિયારોને ઓછી કરતા ગયા. આ કારણે તે શિક્ષણ માટે, કોવિડ રીલિફ ફંડ, શ્રીલંકન તામિલ અને CM રીલિફ ફંડમાં પૈસા દાન કરી ચૂક્યો છે. તેણે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન મદુરાઇના જિલ્લા પ્રશાસનની મદદથી રીલિફ ફંડમાં 90 હજાર રૂપિયા દાન કર્યા. આ દાન તેણે 10-10 હજાર રૂપિયાના 9 હપ્તામાં કર્યું. પૂલપાંડિયનના આ ઝનૂનને જોતા જિલ્લા પ્રશાસને તેને સ્વતંત્રતા દિવસના અવસર પર સન્માનિત પણ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp