ટામેટાં ભરેલી ટ્રક કરી હાઈજેક, કપલ દ્વારા ખેડૂતને લૂંટવાની ઘટના

PC: timesofindia.indiatimes.com

હાલના દિવસોમાં ટામેટાંની કિંમત ખૂબ વધી ગઈ છે. એવામાં ટામેટાંની ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. કંઈક એવું જ થયું કર્ણાટકમાં. અહીં એક કપલ દ્વારા ટામેટાંથી ભરેલા ટ્રકને હાઈજેક કરવાની ઘટના સામે આવી છે. આ કપલની તામિલનાડુના વેલ્લોરથી ધરપકડ કરવામાં આવી છે. આ બંનેએ જે પ્રકારે ટ્રકને હાઈજેક કરી હતી, જેમાં 2.5 ટન ટામેટાં ભરેલા હતા. બંનેએ ટામેટાંને લઈ જઈને માર્કેટમાં વેચી દીધા અને ટ્રકને છોડીને ફરાર થઈ ગયા હતા. ધરપકડ થયેલા કપલની ઓળખ 28 વર્ષીય ભાસ્કર અને 26 વર્ષીય તેની પત્ની સિંધુજાના રૂપમાં થઈ છે.

કહેવામાં આવે છે કે, આ કપલ હાઇવે પર ટ્રક ડ્રાઈવરો પાસે પૈસા વસૂલી અને લૂંટના કામમાં લાગ્યું હતું. મલેશ નામનો વ્યક્તિ ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયુરનો ખેડૂત છે. 8 જુલાઇના રોજ જ્યારે તે ટ્રકમાં ટામેટાં ભરીને ચેન્નાઈ તેને વેચવા જઈ રહ્યો હતો તો તેનો સામનો ભાસ્કર અને સિંધુજા સાથે થયો. આ બંનેએ ખેડૂત મલેશે કહ્યું કે, તેણે તેની કારમાં ટક્કર મારી છે. ત્યારબાદ બંનેએ તેની પાસે પૈસા વસૂલવાનો પ્રયાસ કર્યો. જ્યારે ખેડૂતે પૈસા ન આપ્યા તો તેને માર મારીને ટ્રક હાઈજેક કરી લીધી. ત્યારબાદ તેમણે મલેશ પર ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનો દબાવ બનાવ્યો અને પૈસા લીધા બાદ હેવનહલ્લી પાસે બહાર ફેકી દીધા. ત્યારબાદ ગેંગ ટ્રક સાથે ત્યાંથી ફરાર થઈ ગયા.

આ લોકો ચેન્નાઈ પહોંચ્યા અને ત્યાં બધા ટામેટાં વેચી દીધા. ત્યારબાદ આ લોકોએ ટ્રકને બેંગ્લોરમાં પીન્યા નજીક છોડી દીધી અને ત્યાંથી નંબર પ્લેટ વિનાની ગાડીમાં ભાગી નીકળ્યા. ખેડૂત મલેશ હિરિયુરથી કોલાર ટામેટાં લઈ જતો હતો. ખેડૂત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધાર પર પોલીસે CCTV ફૂટેજના આધાર પર કાર્યવાહી કરી અને લૂંટને અંજામ આપનારા કપલની તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં વાનિયાંબડી વિસ્તાર નજીકથી ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં 3 અન્ય શંકાસ્પદ રોકી, કુમાર અને મહેશ અત્યારે પણ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરવા માટે છાપેમારી કરી રહી છે.

આ અગાઉ મહારાષ્ટ્રના પૂણેમાં પણ એક ખેડૂત પાસેથી ચોરોએ 400 કિલોગ્રામ ટામેટાં પર તથાકઠિત રૂપે હાથ સાફ કરી લીધા હતા. ખેડૂતે પોલીસને જણાવ્યું કે, આ ચોરીના કારણે તેને લગભગ 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ઘટના ગત રવિવારની છે. ફરિયાદકર્તા ખેડૂત અરુણ ધોમેએ પોલીસને જણાવ્યું હતું કે તે ખેતરમાંથી ટામેટાં તોડ્યા બાદ મજૂરોની મદદથી તેને શિરૂર તાલુકામાં પોતાના ઘરે લઈ આવ્યો હતો. તે ટામેટાંને બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો. એ જ રાત્રે કોઈએ તથાકથિત રૂપે ટામેટાંની 20 કેરેટ ગાયબ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp