તામિલનાડુમાં દહીં પર રાજકારણ, CM કહે હિન્દીમાં દહીં કેમ લખ્યું? સરકારે પલટી મારી

PC: onmanorama.com

તામિલનાડુમાં દહીં શબ્દ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ પોતાની ગાઇડલાઇનમાં સંશોધન કરી દીધુ છે. હવે દહીં શબ્દને બદલે અંગ્રેજીમાં કર્ડ લખી શકાય છે. આ સાથે જ બ્રેકેટમાં સ્થાનિક ભાષામાં મોસરૂ, તાયિર, જમ્માત, દૌદ, પેરુગુ અથવા તો પછી દહીં માંથી કોઈ એકનો ઉલ્લેખ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FSSAI એ કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ને એક આદેશ જાહેર કર્યો હતો. જે અનુસાર, દહીંના પેકેટ પર પ્રમુખતાથી દહીં મુદ્રિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેનો તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વિરોધ કર્યો હતો.

સ્ટાલિને દહીંના પેકેટો પર દહીં લખીને હિંદીને કથિતરીતે થોપવાનો આરોપ લગાવ્યો હતો. સ્ટાલિને કહ્યું હતું કે, તેના માટે જવાબદાર લોકોને દેશના દક્ષિણી હિસ્સાઓમાંથી નિર્વાસિત કરવામાં આવશે. સ્ટાલિને પોતાના આધિકારીક ટ્વિટર હેન્ડલ પર ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) ને લઇને પ્રકાશિત એક સમાચાર શેર કર્યા જેમા કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ને પેકેટ પર દહીંને પ્રમુખતાથી દહીં મુદ્રિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FSSAIએ KMFને દહીં માટે કન્નડ ભાષામાં પ્રયોગ થનારા શબ્દ મોસરૂને કોષ્ઠકમાં ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ ઉપરાંત, તામિલનાડુ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ ફેડરેશનને FSSAI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દહીં માટે તામિલ ભાષાના શબ્દ તાયિરનો કોષ્ઠકમાં ઉપયોગ કરી શકાય છે. આ રિપોર્ટનો હવાલો આપતા સ્ટાલિને કહ્યું હતું કે, હિંદી થોપવાની બેશરમ જિદ દહીંના એક પેકેટ પર પણ હિંદીમાં લેબલ લગાવવા માટે નિર્દેશિત કરવાની હદ સુધી આવી ગઈ છે. અમારા પોતાના રાજ્યોમાં તામિલ અને કન્નડને હટાવી દેવામાં આવી છે. અમારી માતૃભાષાઓની આ પ્રકારે અવહેલના એ સુનિશ્ચિત કરશે કે તેના માટે જવાબદાર લોકોને દક્ષિણ ભારતમાંથી હંમેશ માટે નિર્વાસિત કરી દેવામાં આવે.

FSSAI ની ગાઇડલાઇન પર DMK નેતા ટીકે એલંગોવનનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, દરેક રાજ્યને પોતાની ભાષામાં લખવા દો. FSSAI શા માટે દખલ કરી રહ્યું છે? સરકારનું દાયિત્વ છે કે, તે સંવિધાનની રક્ષા કરે. આ તમામ અનુસૂચિત ભાષાઓ સાથે સમાન વ્યવહાર કરવામાં આવવો જોઈએ. આ દેશમાં કોઈપણ ભાષા રાષ્ટ્રભાષા ના બની શકે અને આ વાત તેમણે જાણી લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp