જે તાંત્રિકથી ઝાડુ-ફૂંક કરાવી રહી હતી મહિલા, તેની સાથે જ થઈ રફુચક્કર, પતિને..

બિહારના કૈમૂરથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ઝાડુ-ફૂંકના ચક્કરમાં એક પરિણીત મહિલા એવી ફસાઈ ગઈ કે પોતાના પતિને છોડીને તાંત્રિક સાથે ભાગી ગઈ. હેરાનીની વાત તો એ હતી કે, પતિને એ વાતની ત્યાં સુધી ખબર ન પડી, જ્યાં સુધી તે પોતાના સાસરે ન પહોંચ્યો. આ ઘટના સાસારામ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સાસરાવાળાએ જમાઈને એ વાતની જાણકારી જ આપી નહોતી, પરંતુ જેવો જ તે સાસરે પહોંચ્યો તો ખબર પડી કે તેની પત્ની તાંત્રિક સાથે ભાગી ગઈ છે.
ભભૂઆ પોલીસ સ્ટેશનમાં છોટુ કુમાર નામના વ્યક્તિએ પોતાની પત્ની અને તાંત્રિક વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. હાલમાં જ પોલીસ બંનેની શોધખોળ કરી રહી છે. પીડિતે જણાવ્યું કે, ડિસેમ્બર 2020માં તેના લગ્ન થયા હતા. લગ્નના એક મહિના બાદ એટલે કે જાન્યુઆરી 2021માં પત્નીની તબિયત થોડી ખરાબ થવા પર તે પિયર જતી રહી હતી. આ દરમિયાન બંને વચ્ચે માત્ર ફોન પર જ વાત થતી હતી કેમ કે નોકરીના કારણે પતિ ઉત્તર પ્રદેશમાં જ રહેતો હતો.
જ્યારે તે ઉત્તર પ્રદેશ બોલાવતો તો તે સારવારનું બહાનું બનાવીને આવવાની ના પાડી દેતી હતી. પછી 6 મહિના અગાઉ પત્નીએ ફોન પર વાત કરવાની પણ બંધ કરી દીધી. પતિ જ્યારે પણ તેને ફોન કરતો તો હંમેશાં સાસરાવાળા જ ફોન ઉપાડતા હતા. પતિને શંકા ગઈ તો તે 25 જૂનના રોજ પોતાના સાસરે પહોંચી ગયો. છોટુએ સાસરે જઈને પૂછ્યું કે તેની પત્ની ક્યાં છે? તો સાસુએ જણાવ્યું કે, તે તો તાંત્રિક સાથે ભાગી ગઈ છે. હાલમાં આ અંગે તપાસ ચાલી રહી છે.
હાલમાં જ મધ્ય પ્રદેશમાં એક ઘટના સામે આવી હતી. ભોપાલના અશોકનગરના બહેરિયા ગામની એક મહિલાને સાંપે ડંખ મારી દીધો હતો. ત્યારબાદ પરિવારજનો મહિલાને જિલ્લા હૉસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હૉસ્પિટલમાં સારવારની જગ્યાએ તાંત્રિક પાસે પરિવારજનો ઝાડુ ફૂંક કરાવવા લાગ્યા. ઘણા સમય સુધી હૉસ્પિટલમાં ઝાડુ ફૂંક કરાવતા રહ્યા, પરંતુ તાંત્રિક મહિલાને સારી ન કરી શક્યો. ઘણા સમય બાદ પરિવારજનોએ ડૉક્ટરોએ બોલાવ્યો. કહેવામાં આવી રહ્યું છે મહિલાના આખા શરીરમાં ઝેર પૂરી રીતે ફેલાઈ ગયું અને તેનું મોત થઈ ગયું. મહિલાના મોત બાદ તેના શબનું પોસ્ટમોર્ટમ કરીને ડૉક્ટરોએ પરિવારજનોને સોંપી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp