બહેનપણી સાથે લગ્ન કરવા માગતી હતી યુવતી, છોકરો બનવા તાંત્રિક પાસે ગઈ અને...

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બે બહેનપણીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ બન્યા બાદ તાંત્રિકે તંત્ર મંત્રથી છોકરો બનાવવાની લાલચ આપીને એક બહેનપણીની હત્યા કરી દીધી. તાંત્રિકે યુવતીને જંગલમાં લઇ જઇને ઘાસ કાપવાના ઓજારથી ગરદન કાપીને તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપી તાંત્રિક અને તેની સમલૈંગિક બહેનપણીની ધરપકડ કરી લીધી છે. શાહજહાંપુરના આરસી મિશન ક્ષેત્રમાં રહેતી 30 વર્ષીય પ્રિયાની પુવાયાંમાં રહેતી 24 વર્ષીય પ્રીતિ સાથે મિત્રતા થઈ ગઈ હતી. બાદમાં બંને વચ્ચે સમલૈંગિક સંબંધ બની ગયા.
પ્રીતિની બહેનપણી પ્રિયા છોકરાઓ જેવો વ્યવહાર કરતી હતી. તેની સમલૈંગિક બહેનપણી પ્રીતિને આ બધુ પસંદ હતું. બંને બહેનપણીની મિત્રતાના કારણે પ્રીતિના લગ્ન થઈ રહ્યા ન હતા. એવામાં પ્રીતિ અને તેની મમ્મી ઉર્મિલાએ મળીને એક પ્લાન બનાવ્યો. બંને મા-દીકરીએ મળીને તાંત્રિક રામનિવાસ સાથે મુલાકાત કરી અને પ્રિયાને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી. પોલીસે કહ્યું કે, ત્યારબાદ પ્રીતિએ તાંત્રિકને જણાવ્યું કે તે છોકરો બનવા માંગે છે આથી તેની મમ્મીએ તાંત્રિક સાથે દોઢ લાખ રૂપિયામાં તેને છોકરો બનાવવાનો સોદો નક્કી કરી દીધો.
એક દિવસ પ્રીતિએ પોતાની બહેનપણીને બોલાવી અને કહ્યું કે, તાંત્રિક તને છોકરો બનાવી દેશે. ત્યારબાદ બંને બહેનપણીઓ ઘરેથી તાંત્રિક પાસે ચાલી ગઈ. જ્યારે પ્રિયા પાછી ઘરે ના આવી તો પરિવારજનોએ તેને શોધી અને પછી પોલીસ સ્ટેશનમાં તેના ગૂમ થવાની ફરિયાદ દાખલ કરાવી. પોલીસને તપાસમાં સર્વેલાન્સ દ્વારા જાણકારી મળી કે પ્રિયાની વાત તાંત્રિક અને તેની બહેનપણી પ્રીતિ સાથે થઈ હતી.
પોલીસે તાંત્રિક રામનિવાસને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી તો તેણે જણાવ્યું કે, પ્રિયાને છોકરો બનાવવા માટે બોલાવી અને ખીરીના જંગલમાં લઇ જઇને નદીના કિનારે તેને આંખો બંધ કરીને સુવા માટે કહ્યું. પછી ઘાસ કાપવાના હથિયારથી એક ઝટકામાં તેની ગરદન કાપી નાંખી. પોલીસે આરોપી તાંત્રિક રામનિવાસ અને પ્રીતિની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા. મૃતક પ્રિયાના દાગીના અને હથિયાર પણ પોલીસે તાંત્રિકના ઘરેથી જપ્ત કરી લીધા છે.
પોલીસે જણાવ્યું કે, 26 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં આરસી મિશનમાં રહેતા એક વ્યક્તિએ સૂચના આપી કે તેની બહેન ઘરેથી ગૂમ થઈ ગઈ છે અને તેનો મોબાઇલ પણ બંધ છે. આ સંબંધમાં ગૂમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી. તપાસમાં જે ઇનપુટ મળ્યા અને સર્વેલાન્સથી જે ડેટા ડેવલપ કરવામાં આવ્યા, તેના આધાર પર પોલીસને જાણકારી મળી કે, લખીમપુરના મિયાપુર ક્ષેત્રમાં યુવતીનું હત્યા કરેલું શવ પડ્યું છે. તે સૂચનાના આધાર પર પોલીસ મૃતકના ભાઈને લઇને ઘટના સ્થળે પહોંચી અને ત્યાં તપાસ કરી.
પોલીસને ત્યાં સર વિનાનું કંકાલ મળ્યું, તેની પાસે એક કપડું મળ્યું. કપડાંના આધારે યુવતીના ભાઈએ પોતાની બહેન હોવાની પુષ્ટિ કરી. મામલામાં મૃતકના ભાઈએ ત્રણ લોકો રામનિવાસ જે લખીમપુરમાં રહે છે, સાથે જ ઉર્મિલા અને તેની દીકરી પ્રીતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી. તેના આધારે પોલીસે કેસ દાખલ કરી રામનિવાસની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેનું ઉર્મિલા અને પ્રીતિના ઘરમાં આવવા-જવાનું હતું, તે તાંત્રિક છે. બંને આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp