મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડવા પર કૂતરા પર FIR, ધરપકડ કરવાની માગ

PC: freepressjournal.in

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ.એસ. જગન મોહન રેડ્ડીના એક પોસ્ટરને ફાડવું એક કુતરાને મોંઘું પડી ગયું છે. તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક ઘરની દીવાલ પર મુખ્યમંત્રીના પોસ્ટરને કુતરા દ્વારા ફાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિજયવાડામાં મહિલાઓના એક ગ્રુપે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કાર્યકર્તા કહેવાતા દસારી ઉદયશ્રીએ વ્યંગાત્મક રીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેમણે કેટલીક અન્ય મહિલાઓ સાથે માગ કરી કે, મુખ્યમંત્રીનું અપમાન કરવા માટે કુતરા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેમણે સ્થાનિક ન્યૂઝ ચેનલોને કહ્યું કે, જગન મોહન રેડ્ડી માટે તેમના મનમાં ખૂબ જ સન્માન છે. એવામાં નેતાનું અપમાન કરનારા કુતરાએ રાજ્યના 6 કરોડ લોકોને ઠેસ પહોંચાડી છે. અમે પોલીસને કુતરાની ધરપકડ કરવાનો અનુરોધ કર્યો છે, જેણે આપણા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે. આ અગાઉ એક કુતરા દ્વારા જગન મોહનના ફોટોવાળા સ્ટિકરને ફાડવાનો વીડિયો વાયરલ થયો હતો.

સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) દ્વારા જગન્નાથ મા ભવિષ્યથુ (જગન અનના અમારું ભવિષ્ય)ના નારાવાળું સ્ટીકર ઘર પર લગાવવામાં આવ્યું હતું. ઘણા TDP સમર્થકોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કર્યો છે. વાયરલ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે કુતરા દ્વારા ફાડવામાં આવેલું પોસ્ટર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું હતું. સોશિયલ મીડિયા પર આ બાબતે ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ છે.

એક યુઝરે કમેન્ટ કરી કે, હંમેશાંની જેમ આપણા નેતા વાસ્તવમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીયત કરી રહ્યા છે. પટેલ નામના યુઝરે લખ્યું કે, આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની જરૂરિયાત છે. તપાસ કરવામાં આવે કે શું કુતરાએ માત્ર પોસ્ટર કર્યું કે તેના પર પેશાબ કરી દીધું. શું કુતરાનું TDP કે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે કોઈ સંબંધ છે. તેણે પહેલી વખત એમ કર્યું છે કે તે ટેવાયેલો ગુનેગાર છે.

મને વિશ્વાસ છે કે, આંધ્ર પ્રદેશ પોલીસ બધા સવાલોના જવાબ શોધી લેશે. અશ્વિની નામના યુઝરે લખ્યું કે, આ એક ખૂબ જ ગંભીર ગુનો છે અને કુતરાને જલદીથી જલદી ધરપકડ કરવા અને કેસ ચલાવવાની જરૂરિયાત છે. આ પ્રકારના મહત્ત્વપૂર્ણ સમાચાર શેર કરવા માટે આભાર. ખાસ કરીને ત્યારે જ્યારે બીજા કોઈ સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp