ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ગયેલો શિક્ષક પતિ ગાયબ, 4 મહિનાથી પત્ની શોધી રહી છે
મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં હાજરી આપવા ગયેલા બિહારના શિક્ષક 4 મહિનાથી ગાયબ છે અને તેમની પત્ની શોધખોળ કરી રહી છે, પરંતુ શિક્ષક પતિનો હજુ સુધી કોઇ અતોપતો લાગ્યો નથી.
બાગેશ્વર ધામના બાબાના દરબારથી પરત ફરેલી એક મહિલાએ મોટો આરોપ લગાવ્યો છે. તેણીનું કહેવું છે કે તેના શિક્ષક પતિ લાલન કુમાર 4 મહિના પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ગયા હતા પરંતુ આજ સુધી પરત આવ્યા નથી. ઘણી શોધ કરી પણ હજુ સુધી મળ્યા નથી.જ્યારે ખબર પડી કે બાગેશ્વબર બાબા પટના આવી રહ્યા છે તો પત્ની પોતાની નણંદ રીતા દેવી સાથે બાબાના દરબારમાં પતિના ગુમ થયાની ફરિયાદ કરવા માટે ગઇ હતી, પરંતુ કોઇ ફાયદો થયો નહીં. મહિલાની મુલાકાત બાબા સાથે કરવા દેવામા જ ન આવી. શિક્ષક પતિ દરભંગાના બઘૌની ગામનો રહેવાસી છે.
હવે 36 વર્ષના લલન કુમારની પત્ની સવિતા કુમારીએ બિહાર સરકારના મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની મદદ માંગી છે કે બાગેશ્વરના બાબાના દરબારમાંથી લોકો કેમ ગાયબ થઈ રહ્યા છે. મારા પતિ તેમને મળવા મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામ ગયા હતા. 6 ફેબ્રુઆરીએ જ 10 વાગ્યા પછી તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. ફોન બંધ કરતા પહેલા પતિએ કહ્યું હતું કે તેણે બાબાના દર્શન કર્યા છે અને બે દિવસમાં ઘરે પરત આવી જશે.સવિતાએ કહ્યું કે ત્યારથી પતિની રાહ જોઇ રહી છુ, પરંતુ તેઓ હજુ સુધી ઘરે પરત ફર્યા નથી.
સવિતાએ કહ્યું કે હું બાબાના દરબારમાં પહોંચેલા તમામ લોકોને અપીલ કરું છું કે બાબાને પૂછો કે મારા પતિ ક્યાં ગાયબ થઈ ગયા છે. તમે મારા સિંદૂરનું રક્ષણ કરો. આટલા બધા લોકો જે તેના દરબારમાંથી ગાયબ થઈ રહ્યા છે, તેઓ કેમ મળી રહ્યા નથી. મધ્યપ્રદેશના બરીથા પોલીસ સ્ટેશનના રિપોર્ટ અનુસાર, 1 જાન્યુઆરીથી બાબાના દરબારમાંથી 40 લોકો ગુમ થયા છે. જેમાંથી 28 લોકો મળી આવ્યા છે.
એવું શું ષડયંત્ર રચાઇ રહ્યું છે કે લોકો ગાયબ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારને મારી વિનંતી છે કે એની તપાસ કરવામાં આવે કે લોકો કેમ ગાયબ થઇ રહ્યા છે. સવિતાએ આરોપ લગાવ્યો કે પટનાનામાં બાબના દરબારમાં અમે 4 વખત મળવા ગયા, પરંતુ અમારી વાત કોઇએ સાંભળી નહીં અને બાબાની મુલાકાત પણ થઇ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp