સગીર વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો દેખાડતો હતો ટ્યુશન ટીચર, આ રીતે ખૂલી પોલ

PC: bhaskar.com

કાનપુરમાં ઘરે ટ્યુશન આપનાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તે સગીર વયની છોકરીઓને ટ્યુશન ભણાવવાના બહાને મોબાઇલમાં અશ્લીલ વીડિયો દેખાડતો હતો. સાથે જ છોકરીઓને ખોટી રીતે સ્પર્શ પણ કરતો હતો. પીડિત પરિવારનું કહેવું છે કે, તેમણે જ્યારે શિક્ષકનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં ઘણા બધા પોર્ન વીડિયો મળ્યા. પરિવારની ફરિયાદ પર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. જેનું નામ મોહમ્મદ આમીર છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, જે પણ તથ્ય સામે આવશે તેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.

કાનપુરમાં ચમનગંજના રહેવાસી પરિવારે મોહમ્મદ આમીર નામના યુવકને 5માં અને 9માં ધોરણમાં ભણનારી દીકરીઓને ઘર પર ટ્યુશન ભણવવા માટે રાખ્યો હતો. ઘણા સમયથી આમીર બંને દીકરીઓને ભણાવવા ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે છોકરીઓને પોતાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો દેખાડવાની શરૂઆત કરી દીધી. સાથે જ તે છોકરીઓને ખોટી રીતે સ્પર્શ કરતો હતો. બંને છોકરીઓએ આમીરની આ હરકત બાબતે પોતાના પરિવારને જણાવ્યું. એ લોકોએ જ્યારે આમીરનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં ઘણા બધા અશ્લીલ વીડિયો ઉપલબ્ધ હતા.

પહેલા તો પરિવારજનોએ આમીરને મેથીપાક ચખાડ્યો અને પછી પોલીસ બોલાવી લીધી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે બધી જાણકારી લીધી અને આમીરને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ, પીડિત પરિવારના કહેવા પર પોલીસે આમીર વિરુદ્ધ કેસ નોંધી લીધો અને તેની ધરપકડ કરી લીધી છે. ADCP અશોક કુમાર સિંહનું કહેવું છે કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ તથ્ય સામે આવશે તેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દીકરીઓની માતાએ જણાવ્યું કે, છોકરીએ જણાવ્યું કે, ભણાવવા દરમિયાન શિક્ષક મોબાઈલ પર અશ્લીલ વીડિયો અને ફોટો દેખાડતો હતો. સાથે જ ધમકી આપતો હતો કે જો કોઈને જણાવ્યું તો તે તેમને મારશે, તેનાથી દીકરી ખૂબ ડરી ગઈ. જ્યારે તેને ખૂબ પૂછ્યું તો બુધવારે સાંજે તેણે આપવીતી બતાવી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. માતાએ આરોપ લગાવ્યો કે, ક્ષેત્રમાં જ રહેનારો મોહમ્મદ આમીર દીકરીઓને ઘર પર ટ્યુશન ભણાવવા આવતો હતો. તેમની દીકરીઓને મોબાઈલ પર અશ્લીલ વીડિયો દેખાડ્યા અને તેને આ બધુ કરવા કહેવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp