આટલું ઝેર? આવી ટીચર કોઈને ના મળે, સાથી બાળકો પાસે મુસ્લિમ વિદ્યાર્થીને...

PC: bc24.in

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક મહિલા ટીચર વર્ગના બીજા બાળકો પાસે એક મુસ્લિમ બાળકને લાફા મરાવી રહી છે. આ ટીચર એક પછી એક બાળકને બોલાવીને કહી રહી છે કે આના ગાલ પર થપ્પડ મારો. બાળક જોર જોરથી રડી રહ્યો છે, પરંતુ નિષ્ઠુર ટીચરના દીલ પર તેની કોઇ અસર થતી નથી.મહિલા ટીચરની પાસે કોઇ પુરુષ બેઠેલો છે અને બંને વચ્ચે વાતચીત થઇ રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે તો AIMIMના નેતા ઔવેસી પણ મુસ્લિમ વિદ્યાર્થી સાથે થઇ રહેલી મારપીટનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો મુઝફ્ફરનગરના ખુબ્બાપુર ગામનો છે. આ ગામમાં તૃપ્તા ત્યાગી નામની એક મહિલા ખાનગી સ્કુલ ચલાવે છે. વીડિયોમાં ટીચર તૃપ્તા ખુરશી પર બેઠી છે અને તેની પાસે એક વિદ્યાર્થી બેઠો છે, બાકીના બાળકો નીચે બેઠેલા છે. તૃપ્તા એક પછી એક વિદ્યાર્થીને બોલાવે છે અને પાસે ઉભેલા વિદ્યાર્થીને લાફો મારવાની સુચના આપે છે. ટીચરે કહ્યું એટલે નાછુટકે સાથી વિદ્યાર્થીઓએ ઉભેલા બાળકને લાફા મારવા પડ્યા. આ દરમિયાન તૃપ્તા પાસે બેઠેલા પુરુષ સાથે વાતચીત કરી રહી છે.બાળક જોર જોરથી રડી રહ્યો છે, પરંતુ ટીચરને કોઇ દયા આવતી નથી.

આ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો છે. CO ડો. રવિ શંકરે કહ્યું કે, એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ માર મારી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે અને મહિલા ટીચર ધાર્મિક ટીપ્પણી કરી રહી હોય તેવી વાત પણ સામે આવી છે. મંસૂર પોલીસ ચોકીના પ્રભારીને તપાસ કરવાનનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

મુઝફ્ફરનગરના બેઝિક એજ્યુકેશન ઓફિસર શુભમ શુક્લાનું કહેવું છે કે આ મામલે બે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શિક્ષક ઉશ્કેરી રહ્યો છે અને બાળકો એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. આ મામલામાં બંને શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

જો કે પીડિત બાળકના પિતાનું કહેવું છે કે સ્કુલ ટીચરે બાળકો વચ્ચે વિવાદ ઉભો કર્યો હતો. અમે આ મામલામાં સમધાન કરી લીધું છે. અમે કોઇ કાર્યવાહી કરવા માંગતા નથી.

આ ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધીને કહ્યું કે, માસૂમ બાળકોના મનમાં ભેદભાવનું ઝેર ઘોળવું, સ્કુલ જેવી પવિત્ર જગ્યાને નફરતનું બજાર બનાવી દેવું. એક શિક્ષક દેશ માટે આનાથી ખરાબ કઇ ન કરી શકે. આ બધું ભાજપ દ્રારા ફેલાવવામાં આવેલું કેરોસિન છે જેણે ભારતના ખુણે ખુણે આગ લગાવી રાખી છે. બાળકો ભારતનું ભવિષ્ય છે. તેમને નફરત નહી, આપણે બધાએ ભેગા મળીને પ્રેમ શિખવવાનો છે.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીઅ ટ્વિટ કરીને લખ્યું કે, આ વીડિયો ઉત્તર પ્રદેશનો છે. ટીચર એક મુસલમાન બાળકને બીજા બાળક પાસે થપ્પડ મરાવી રહી છે અને પાછી ગૌરવ પણ લઇ રહી છે. પીડિત બાળકના પિતાએ બાળકને સ્કુલમાંથ ઉઠાડી દીધો છે અને લેખિતમાં આપ્યું છે કે અમે કોઇ કાર્યવાહી કરીશું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp