બાળકોને ભણાવવા માટે ક્લાસમાં ટીચરે અપનાવ્યું આ તિકડમ, વીડિયો વાયરલ

PC: twitter.com

સોશિયલ મીડિયા પર હાલમાં જ સ્કૂલના બાળકોના એક-એકથી ચઢિયાતા વીડિયોઝ સામે આવ્યા છે, જેમાંથી કેટલાંક વીડિયોઝમાં વિદ્યાર્થીનીઓ ટીચરની સાથે ક્લાસરૂમમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે, તો કેટલાંક વીડિયોઝમાં ટીચર એક અલગ જ અંદાજમાં બાળકોને ભણાવતા જોવા મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો ઘણો વાયરલ થયેલો જોવા મળ્યો છે, જેમાં બાળકોને ભણાવવાનો ટીચરનો આ અનોખા અંદાજને સૌને હેરાન કરી દીધા છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને ભણાવવાનું કામ સહેજ પણ સરળ નથી. તેમને એક વસ્તુ ત્યાં સુધી સમજાવવી પડે છે, જ્યાં સુધી તેમને સમજ ન આવી જાય. આ માટે ટીચર પૂર મહેનતથી કામ કરતા જોવા મળે છે. દરેક બાળકોને સરળ અને સાચી રીતે સમજ આવે, તે માટે ઘણી વખત કેટલાંક ટીચરો હેરાન કરી દે તેવા રસ્તાઓ શોધી નાખતા હોય છે. હાલમાં જ બાળકોને ભણાવતો એક ટીચરનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમીં ટીચર ગીત ગાવાની સાથે બાળકોને દેશની ધરોહર અને તેની સંસ્કૃતિ અંગે જણાવતા જોવા મળે છે.

દરેકનું ધ્યાન ખેંચી રહેલા આ વીડિયોમાં એક ટીચર સ્કૂલના ક્લાસરૂમમાં ગીત ગાતા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જોકે વીડિયોમાં ટીચરનો હેતુ પોતાને ખુશ રાખવાનો નથી પરંતુ બાળકોને ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ અંગે જાણકારી આપવાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કુર્તો-પાયજામો પહેરીને એક ટીચર પહેલા બ્લેકબોર્ડની સામે ઉભા રહીને બાળકોને બિહાર અંગે બતાવે છે. આગળ બ્લેકબોર્ડની પાસે પ.બંગાળનું બોર્ડ લઈને એક છોકરી ઊભેલી દેખાય છે. જ્યારે ક્લાસની ડાબી બાજુ નેપાળનું અને દક્ષિણમાં ઝારખંડ અને પશ્ચિમમાં ઉ.પ્રદેશનું બોર્ડ લઈને બાળકો ઉભા છે. વીડિયોમાં દેખાશે કે કેવી રીતે રમતા રમતા ટીચર બાળકનો શીખવાડી રહ્યા છે.

 

સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો @BiharTeacherCan  નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, સ્કૂલની અંતિમ ઘંટી મે ખેલ ઔર શૈક્ષિક મનોરંજન અંતર્ગત પ્રાથમિક કન્યા વિદ્યાલય માલદહ, હસનપુરના શિક્ષક બૈદ્યનાથ રજકે બાળકોને અલગ અંદાજમાં બિહાર કી ચૌહદ્દી શીખવાડી. વીડિયોને અત્યાર સુધીમાં 61.1 કે વ્યુઝ મળી ચૂક્યા છે. જ્યારે ત્રણ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયોના કોમેન્ટમાં લોકો શિક્ષકના વખાણ કરતા જોવા મળ્યા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp