માતાજીની મૂર્તિમાંથી અચાનક આંસુ નીકળ્યા, ચમત્કાર ગણી ભક્તોની ભીડ ઉમટી

PC: indiatv.in

દમોહ જિલ્લા મુખ્યાલયથી 35 કિલોમીટર દૂર હટા બ્લોકના લુહારી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ગામમાં અંજની માતાનું મંદિર છે, જેમાં અંજની માતાની મૂર્તિની ન માત્ર આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેમાંથી આંસુ નીકળવા લાગ્યા, જેને જોઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. એટલું જ નહીં નવરાત્રિ પહેલા માતાની આંખમાંથી નીકળતા આંસુને ચમત્કાર માનીને મંદિર પરિસરમાં સંગીત અને સંકીર્તનનો પર્વ પણ શરૂ થયો છે.

કલયુગમાં ભલે લોકો તેને એક ચમત્કાર તરીકે જોઈ રહ્યા હોય, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ કેટલાક લોકો તેને બાષ્પીભવન સાથે પણ જોડી રહ્યા છે. પરંતુ ક્યારેક આવા આશ્ચર્ય પણ થાય છે, જેને જોઈને વિજ્ઞાન પણ ઘૂંટણિયે પડી જાય છે.

માતા અંજની દેવીના મંદિરમાં સ્થાપિત પ્રતિમાની ભીની આંખોમાંથી સતત આંસુ ટપકતા રહે છે. માતા અંજનીની આંખો ભીની થઈ જવાના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. ત્યાર પછી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તો મંદિરે પહોંચવા લાગ્યા. મા અંજનીના ભક્તોનું માનવું છે કે, મા અંજનીની આંખમાંથી સતત આંસુ વહે છે. આનો અર્થ એ છે કે તે કોઈ મોટી અમંગળ ઘટનાનો સંકેત આપી રહી છે. વૈજ્ઞાનિકો ભલે ગમે તે કહે, પરંતુ આ આંસુ સંપૂર્ણપણે માતાનો ચમત્કાર છે.

મંગળવારની સવારે લોકો માતાના દર્શન કરવા અને પૂજા કરવા મંદિરે પહોંચ્યા કે, તરત જ તેમાંથી એક ભક્ત હેમરાજે ધ્યાનથી જોયું કે હજુ સુધી કોઈએ મૂર્તિને પાણી પણ ચડાવ્યું નથી, છતાં માતા અંજનીના વસ્ત્રો કેવી રીતે ભીના થયા? જે પછી તેણે જોયું કે મૂર્તિની આંખોમાંથી ટીપું- ટીપું આંસુ પડી રહ્યા હતા.

આ પછી માતાના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ મંદિરમાં ભજન કીર્તન મંડળી સાથે પહોંચવા લાગી હતી. એટલું જ નહીં અંજની માતાના આંસુનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે રાણી દમયંતી પુરાતત્વ સંગ્રહાલયના સુરેન્દ્ર ચૌરસિયા કહે છે કે, જો પ્રતિમા પ્રાચીન હોય તો તે તેમના રેકોર્ડમાં નોંધવામાં આવે છે, પરંતુ જો પ્રતિમા નવી હશે તો બાષ્પીભવનને કારણે પાણીનું એક ટીપું બહાર આવી શકે છે. અન્ય લોકોની શ્રદ્ધાનો પ્રશ્ન એ છે કે, તેઓ તેને કેવી રીતે જુએ છે. જો આ પ્રતિમા પ્રાચીન હોત તો તેને સાચવવામાં આવી હોત અને તેની માહિતી તેમના રેકોર્ડમાં હોત. શ્રદ્ધા વિશે કંઈ કહી શકાય નહીં, બાકી બાષ્પીભવન એક કારણ હોઈ શકે છે, જેમાં પાણીના ટીપાં બહાર આવી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, દર મંગળવારે ભક્તોની ખાસ ભીડ લોહારી ગામથી 2 કિલોમીટર આગળ ખેતરોમાં બનેલા અંજની માતાના મંદિરે પહોંચે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન અને આસપાસના વિસ્તારોમાં પ્રખ્યાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp