તીસ્તા સીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી

PC: barandbench.com

સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ તેમને નિયમિત જામીન આપ્યા છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, સીતલવાડ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયાસો ન કરશે અને તેમનાથી દૂર રહેશે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આ આદેશને રદ કર્યો, જેમાં તેમના નિયમિત જામીન રદ કરી દેવામાં આવ્યા હતા અને તેમને તરત સમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તીસ્તા સીતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં ખોટા દસ્તાવેજો દાખલ કરીને કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

1લી જીલાઇના રોજ ગુજરાત હાઇકોર્ટે તીસ્તા સીતલવાડના નિયમિત જામીન રદ કરીને તેમને સરેન્ડર કરવા માટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે એ જ દિવસે તેના પર રોક લગાવી દીધી હતી અને હવે બુધવારના રોજ તેમને નિયમિત જામીન આપી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે અને તેમને હિરાસતમાં લઇને પુછપરછ કરવામાં આવી રહી છે, તેથ તેમને જામીન મળવા જોઇએ.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, સીતલવાડને 2જી ડિસેમ્બર, 2022થી સતત જામીન પર જ માનવામાં આવશે. સાથે જ સાક્ષીઓને પ્રભવિત ન કરશે. કોર્ટે કહ્યું કે, જો તેઓ આમ કરશે તો અભિયોજન પક્ષ જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ જઇ શકે છે.

25મી જૂન, 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તા સીતલવાડની ધરપકડ કરી હતી. 2જી સપ્ટેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને અંતરિમ જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે તીસ્તા સીતલવાડને નિયમિત જામીન માટે નીચલી કોર્ટ કે ગુજરાત હાઇ કોર્ટ જવા માટે કહ્યું હતું. જ્યારે, ગુજરાત હાઇ કોર્ટે પોલીસ તરફથી રજૂ થયેલા પૂરાવાને જોતા તીસ્તાને નિયમિત જામીન આપવા માટે ના પાડી દીધી હતી. પોલીસે કહ્યું હતું કે, તીસ્તાએ તત્કાલીન રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે કોર્ટમાં બનાવટી પૂરાવાઓ રજૂ કર્યા અને સાક્ષીઓના પણ ખોટા દસ્તાવેજો દાખલ કરાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp