તમારી આંખ નશીલી છે,ચહેરો ખીલેલો છે એવું મહિલાઓને કહેનાર તહસીલદાર સસ્પેન્ડ

PC: bhaskar.com

રાજસ્થાનના પાલી જિલ્લાના રોહત તહસીલદાર બાબુસિંહ રાજપુરોહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તહસીલદાર બાબુસિંહ પર મહિલા પટવારીઓ સાથે અશ્લીલ ચેટિંગ અને બકવાસ વાત કરવાનો આરોપ છે. તાજેતરમાં ત્રણ મહિલા પટવારીઓએ આ બાબતે સામૂહિક રીતે રોહત સબ-ડિવિઝનલ ઓફિસર (SDM)ને લેખિત ફરિયાદ કરી હતી. શનિવારે બાબુસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાબુસિંહની થોડા સમય પહેલાં જ તહસીલદાર તરીકે ટ્રાન્સફર થઇ હતી અને બે વર્ષ પછી બાબુસિંહ નિવૃત થવાનો હતો.

મહિલા પટવારીઓએ SDMને કરેલી ફરિયાદમાં કહ્યુ હતું કે બાબુસિંહ મહિલાઓને અલગ અલગ બોલાવતો અને આપત્તિજનક વાત કરતો હતો. વ્હોટસેપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો. પટવારીઓએ SDMને વ્હોટેસેપ ચેટ અને કોલની ડિટેલ્સ આપી છે.

એક મહિલા પટવારીએ ફરિયાદમાં કહ્યું છે કે. તહસલીદારે કહ્યું હતુ કે, મે તો પહેલાં જ દિવસે તમને સિલેક્ટ કરી લીધા હતા, એવું વિચારીને કે તમારી સાથે સારું કામ કરીશ. તહસીલદાર કહેતો કે ડરો છો કેમ, મારી સાથે વાત કેમ નથી કરતા? મને તમારો દોસ્ત સમજો. સાથે એમ પણ કહેતો કે તમારો ખીલેલો ચહેરો મને પસંદ છે. તમે જે ઇચ્છોશો તે હું કરીશ, તમને રજા જોઇતી હશે તો પણ મળી જશે. તમારું કોઇ કામ પણ હશે તો થઇ જશે.

એક મહિલા પટવારીએ ફરિયાદમાં કહ્યું છ કે તહસીલદાર બાબુસિંહ એવું પુછતો કે બીયર પીઓ છો? તમારે હોટલ બુક કરાવવી છે,કારમાં ફરવું છે, સારું ખાવાનું ખાવું છે તો મને કહેજો. તમારી આંખ નશીલી છે, શું તમે નશો કરો છો? એવું પણ તહસલીદાર પુછતો હતો. તહસીલદાર એમ પણ કહેતો કે તમને કોઇ નોટિસ નહીં આપું અને મારી જ્યા પણ ટ્રાન્સફર થશે ત્યાં તમને સાથે લઇ જઇશ.

મહિલા પટવારીઓએ SDMને પત્ર લખ્યો કે હવે તેઓ ઓફિસ જતા પણ ડરે છે. તેણીને ખરાબ રીતે માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. જેના કારણે તેઓ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. તહસીલદાર પણ વારંવાર જોધપુરમાં મળવાનું કહે છે. ઘરે જવાનું પણ કહે છે. આથી તહેસીલદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

SDM ભંવરલાલ જનાગલે જણાવ્યું કે આ સમગ્ર ઘટના ભૂતકાળમાં બની હતી. કેટલીક મહિલા પટવારીઓએ રોહતના તહસીલદાર બાબુસિંહ રાજપુરોહિત સામે અભદ્ર ટિપ્પણીઓ અને સંદેશાઓ કરવા બદલ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તે ફરિયાદ મહેસૂલ બોર્ડને મોકલી હતી. જે બાદ તહસીલદાર બાબુસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp