26th January selfie contest

લાલુના કૌભાંડોની ફાઇલ CBIએ ફરી ખોલી તો તેજસ્વીએ મીડિયા સામે કહ્યું..

PC: livehindustan.com

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ IRCTC કૌભાંડમાં CBIએ ફરી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તો આ મુદ્દે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરી હતી. 

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ IRCTC કૌભાંડમાં CBIએ ફરી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે CBIએ અગાઉ પણ આ મામલે તપાસ કરી છે. મારું અને લાલૂજીનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. એકવાર શું 10 વાર તપાસી લો પરંતુ મને કોઈ ફરક પડતો નથી. અમે આ મુદ્દે અનેકવાર નિવેદન નોંધાવ્યા છે. ED, CBIના તમામ સવાલોના જવાબ મેં આપી દીધા છે.

બીજેપી નેતા નિત્યાનંદ રાય દ્વારા 2024માં મહાગઠબંધનનો સફાયો કરવાના મામલે તેજસ્વીએ કહ્યું કે નિત્યાનંદ રાયને જાણકારી નથી. તેમને એક જિલ્લા વિશે જ જાણકારી હશે. સમગ્ર બિહારની સમજ તેમની પાસે નથી.

તો આ મુદ્દા પર BJPના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ લોકોએ ગેરકાયદેસર કમાણીથી દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં મકાન ખરીદ્યું હતું. કાળા ધનના માધ્યમથી તે મકાન ખરીદાયું હતું. CBI જ્યારે પણ તપાસ કરે છે ત્યારે તે મજબૂત પુરાવાના આધારે તપાસ કરે છે. લાલૂ પરિવારે સત્તાનો દુરુપયોગ કર્યો છે. આજે તેનું જ પરિણામ છે કે તેનું આખું જીવન જેલમાં વીત્યું. જે જેવું કરશે, તેને તેવું જ પરિણામ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp