નવરાત્રિમાં જન્મી તેજસ્વીની દીકરી, લાલૂએ મા દૂર્ગાના છઠ્ઠા અવતારનું નામ રાખ્યું

PC: hindi.oneindia.com

બિહારના DyCM તેજસ્વી યાદવ થોડા દિવસ પહેલા જ પિતા બન્યા છે. તેમની પત્ની રાજશ્રીએ ચૈત્ર નવરાત્રિમાં પુત્રીને જન્મ આપ્યો છે. રામ નવમીના દિવસે DyCM તેજસ્વી યાદવે પોતાની પુત્રીનું નામ જાહેર કર્યું છે. ચૈત્ર નવરાત્રિમાં જન્મેલી DyCM તેજસ્વીની પુત્રીનું નામ દુર્ગાના સ્વરૂપ પરથી 'કાત્યાયની' રાખવામાં આવ્યું છે.

DyCM તેજસ્વી યાદવે ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, દાદા લાલુ પ્રસાદ યાદવે દીકરીનું નામ ‘કાત્યાયની’ રાખ્યું છે. આ સાથે DyCM તેજસ્વીએ દીકરીની શુભેચ્છાઓ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, 'તમે બધાએ એક સુંદર પુત્રીના જન્મ પર તમારો પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ આપીને અમારી ખુશીમાં અનેકગણો વધારો કર્યો છે, આ માટે હૃદયપૂર્વક તમારા બધાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.'

ચૈત્ર નવરાત્રીના અવસર પર લાલુના ઘરે નાનકડી પરીના આગમન સાથે, એવી અટકળો વહેતી થઈ હતી કે, બાળકીનું નામ મા દુર્ગાના નામ પરથી રાખવામાં આવી શકે છે. નવરાત્રિના શુભ અવસર પર લાલુ પરિવાર નાનકડી પરીના આગમનથી ખૂબ જ ખુશ છે. દાદા લાલુને બાળકીના જન્મની જાણ થતાં જ તેઓ તરત જ તેને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે લાલુએ પોતાની પૌત્રીનું નામ રાખ્યું છે.

આની અગાઉ, બાળકીના જન્મ સાથે, કાકા તેજ પ્રતાપ સીધા જ મીઠાઈ વહેંચવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. તેજસ્વીની બહેનોએ નવા મહેમાનના આગમન પર ખુશી વ્યક્ત કરતી સુંદર તસવીરો પણ શેર કરી હતી.

અહીં જણાવી દઈએ કે, 27 માર્ચે તેજસ્વી યાદવ બાળકીના પિતા બન્યા છે. આ દિવસ નવરાત્રિનો છઠ્ઠો દિવસ હતો અને નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવાનો નિયમ છે. મા કાત્યાયનીને દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી કાત્યાયનીનું નામ કાત્યાયની પડ્યું, કારણ કે તે એક ઋષિની પુત્રી હતી.

મા કાત્યાયનીની પૂજા કરવાનો નિયમ છે. મા કાત્યાયનીને દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી કાત્યાયનીનું નામ કાત્યાયની પડ્યું કારણ કે તે એક ઋષિની પુત્રી હતી. દેવી દુર્ગાના આ સ્વરૂપ વિશે કહેવાય છે કે, જે પણ ભક્ત નવરાત્રિના છઠ્ઠા દિવસે સાચા મનથી માતાની પૂજા વિધિ-વિધાન સાથે કરે છે. માતા પોતે તે ભક્તના તમામ રોગો અને દોષોને દૂર કરે છે અને તેને સુખ અને સમૃદ્ધિ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp