રક્ષાબંધનના દિવસે હાર્ટએટેકથી ભાઇનું મોત, બહેને રડતા રડતા બાંધી છેલ્લી વાર રાખડી

PC: india.postsen.com

આખા દેશમાં ભાઈ-બહેનના પર્વ તરીકે ઉજવાતા રક્ષાબંધનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. રાજનેતાઓથી માંડીને સામાન્ય નાગરિકોએ આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પરંતુ એક એવી ઘટના ઘટી જેથી એક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. રક્ષાબંધનના પાવન પર્વ પર જ ભાઇનું મોત હાર્ટ એટેકથી થઈ ગયું, તો બહેને રડતા રડતા પોતાના ભાઈને રાખડી બાંધી જે હવે દુનિયામાં રહ્યો નહોતો, જેણે દુનિયાની વિદાઇ લઈ લીધી હતી. બહેને રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધીને અંતિમ વિદાઇ આપી.

તેલંગાણાના પેદ્દાપલ્લી ગામમાં એક બહેન માટે રક્ષાબંધનનો પર્વ શોકમાં પરિણમી ગયો. અહી તહેવારના દિવસે ભાઇનું મોત હાર્ટ એટેકના કારણે થઈ ગયું હતું. ત્યારબાદ બહેને રડતા રડતા ભાઈને છેલ્લી વખત રાખડી બાંધીને અંતિમ વિદાઇ આપી હતી. એ જોઈને બધાની આંખો ભરાઈ આવી હતી. રક્ષાબંધનના દિવસે થયેલી આ ઘટના પેદ્દાપલ્લીની છે. અહીથી રૂવાટા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિના મોત બાદ તેની બહેને તેના કાંડા પર રાખડી બાંધી તો, એ જોઈને બધા રડી પડ્યા.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પેદ્દાપલ્લીના ગામમાં રહેનારા ચૌધરી કનકૈયા નામના વ્યક્તિને કથિત રીતે અચાનક હાર્ટ એટેક આવી ગયો. જેથી કનકૈયા ચૌધરીનું મોત થઈ ગયું. આ ઘટના બાદ ગામમાં હાહાકાર મચી ગયો. બહેનની હાલત પણ રડી રડીને ખરાબ થઈ ગઈ છે. આખો પરિવાર આઘાતમાં સારી પડ્યો છે. ચૌધરી કનકૈયાનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં રોક્કળ થઈ ગયું.

ચૌધરી કનકૈયાની નાની બહેન પોતાના ભાઈના શબ પાસે પહોંચી અને કાંડા પર રાખડી બાંધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ચૌધરી કનકૈયાની બહેન ગૌરમ્મા પુત્તેદૂ સાથે સંબંધી પણ ઉપસ્થિત છે. ઘરમાં પ્રસરેલા શોક વચ્ચે ચૌધરી કનકૈયાના કાંડા પર તેની બહેને રડતા રડતા રાખડી બાંધીને વિદાઇ આપી. એ જોઇ બધાની આંખો ભીની થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp