ગરમી સહન કરવા તૈયાર થઇ જાઓ, હવામાન ખાતાની આગાહી 5 દિવસ તાપમાન વધશે, ગુજરાતમાં...

PC: oneindia.com

હવે તો  સિઝનમાં એવા બદલાવ આવી રહ્યા છે કે ગમે ત્યારે કમોસમી વરસાદ પડી જાય અને ગમે ત્યારે ગરમીનો પારો ઉંચો ચાલ્યો જાય. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં ભારે તાપમાન રહેવાની સંભાવના છે, એટલે ગરમીને સહન કરવા માટે પુરતી તૈયારી કરી રાખજો.

India Meteorological Department(IMD)એ શનિવારે કહ્યું કે આગામી 5 દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રીથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના છે. હવામાન ખાતાએ જારી કરેલી એડવાઇઝરીમાં આ વાત કહેવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસમાં મધ્ય પ્રદેશ, ઓડિસા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફુંકાશે.

IMDએ આમ તો 1 એપ્રિલે જ કહ્યુ હતું કે ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાંક હિસ્સાઓ અને દ્વીપકલ્પના પ્રદેશોને છોડીને દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનાથી માંડીને જૂન મહિના સુધી તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે.

IMDના ડિરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એક ડિજિટલ સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિસા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના કેટલાંક વિસ્તારોમાં ભારે હીટવેવની સંભાવના છે.

હીટવેવની જાહેરાત ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઇ કેન્દ્રનું અધિકત્તમ તાપમાન મેદાનોમાંમ ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, તટીય વિસ્તારોમાં ઓછામાં ઓછું 37 ડિગ્રી, પર્વતીય વિસ્તારોમાં ઓછામાં ઓછું 30 ડિગ્રી હોય. આ તાપમાન સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય છે.IMDના કહેવા મુજબ 1901 પછીથી 2023 ફેબ્રુઆરીમાં સૌથી વધારે ગરમી પડી હતી.

મહત્તમ સરેરાશ તાપમાનની વાત કરીએ તો ફેબ્રુઆરીની ગરમીએ છેલ્લા 146 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આપ્યા છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 29.54 ડિગ્રી રહ્યું હતું,જે સામાન્ય તાપમાન (27.8 ડિગ્રી) કરતા 1.74 ડિગ્રી વધારે હતું.સરેરાશ લઘુત્તમ તાપમાન વિશે વાત કરીએ તો, તે 1901 પછી પાંચમું સૌથી વધારે છે.

જો કે, સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, સામાન્ય કરતાં વધુ વરસાદ (સામાન્ય 29.9 મીમી સામે 37.6 મીમી)ને કારણે માર્ચમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. માર્ચ 2022 એ અત્યાર સુધીનું સૌથી ગરમ અને 121 વર્ષમાં ત્રીજું સૌથી સૂકું  વર્ષ રહ્યું હતું.

હવામાન વિભાગે કહ્યું કે, ભારતમાં એપ્રિલ મહિનામાં સામાન્ય વરસાદની સંભાવના છે. 1971થી 2020 સુધી ભેગા કરેવા આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં દેશમાં એવરેજ 39.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp