દુનિયાની સૌથી વધુ ઊંચાઈએ સ્થિત તુંગનાથ મહાદેવનું મંદિર નમી રહ્યુ છે,10 ડિગ્રી...

PC: twitter.com

રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું તુંગનાથ મંદિર દુનિયામાં દરિયાની સપાટીથી સૌથી ઉપર આવેલું ઊંચું શિવાલય છે. પંચ કેદારમાં ગણાતા ત્રીજું તુંગનાથ મંદિર 5 થી 6 ડિગ્રી નમી ગયું છે, જ્યારે મંદિરની અંદરની સ્થાપિત મૂર્તિઓ અને એસેમ્બલી હોલમાં 10 ડિગ્રી સુધી નમી ગયું છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ આ સંબંધમાં ASIને પત્ર મોકલ્યો છે. 

જેમાં મંદિરનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી બને તેટલી વહેલી તકે મંદિરની સુરક્ષિત જાળવણી કરવાનું કહેવામાં આવ્યું છે. મંદિરના વડા રામ પ્રસાદ મૈથાનીનું કહેવું છે કે, વર્ષ 1991માં આવેલા ભૂકંપ અને સમયાંતરે કુદરતી આફતોની મંદિર પર ભારે અસર થઈ છે. વર્ષ 2017-18માં ASIએ મંદિરના સર્વેક્ષણ માટે કાચની સ્લાઈડો પણ લગાવવામાં આવી હતી. હવે વિભાગે એક રિપોર્ટ બહાર પાડીને કહ્યું છે કે, મંદિરમાં ઝુકાવ આવી ગયો છે. 

1991ના ઉત્તરકાશી ભૂકંપ અને 1999ના ચમોલી ભૂકંપની સાથે, 2012ની ઉખીમઠ દુર્ઘટના અને 2013ની કેદારનાથ દુર્ઘટનાએ પણ આ મંદિરને અસર કરી છે. મંદિરની બહારની દીવાલોમાંથી અનેક જગ્યાએ પથ્થરો વિખરાયેલા છે. એસેમ્બલી હોલની હાલત અત્યંત કફોડી બની છે. તેમજ ગર્ભગૃહનો એક ભાગ નમી ગયો છે. 

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ, અજેન્દ્ર અજયે કહ્યું કે, મંદિર સમિતિ તુંગનાથ મંદિરના સંરક્ષણ અને પ્રચાર માટે સક્ષમ છે. મંદિરના પુનરુત્થાન અંગે જે પણ કામ કરવામાં આવશે, તે ASI અને CBRI અને અન્ય સંસ્થાઓના નિષ્ણાતોની સલાહ પર કરવામાં આવશે. 

અધિક્ષક પુરાતત્વવિદ્, દહેરાદૂન સર્કલ, મનોજ કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, તુંગનાથ મંદિર વિશે જે વાતો કહેવામાં આવી રહી છે, તે સંપૂર્ણપણે પાયાવિહોણી છે. ભૂતકાળમાં એક સર્વે થયો હતો, જેના વિશે મને જાણ નથી. મંદિરના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઘોષિત કરવા અંગે જે જરૂરી કામગીરી થશે તે કરવામાં આવશે.

તુંગનાથ મંદિર 12800 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત છે. લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની કવાયત ચાલી રહી છે. 

પુરાતત્વ વિભાગના પ્રભારી દેવરાજ સિંહ રૌતેલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 27 માર્ચ, 2023ના રોજ પ્રાચીન મંદિર તુંગનાથને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp