રાહુલે બંગલાની ચાવી સોંપી કહ્યુ- આભાર, 19 વર્ષ આ ઘરમાં મને રહેવા દીધો તે બદલ....
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 એપ્રિલ શનિવારે 12 તુગલક લેનનો સરકારી બંગલો પુરી રીતે ખાલી કરી દીધો છે. રાહુલ છેલ્લાં 19 વર્ષથી આ બંગલામાં રહેતા હતા. રાહુલ ગાંધીએ જ્યારે આ બંગલો ખાલી કર્યો ત્યારે તેમની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાડ્રા અને કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભા સચિવાલયના અધિકારીઓને બંગલાની ચાવી સોંપી દીધી હતી. કોંગ્રેસ નેતા રાહુલે બંગલામાં કામ કરતા કર્મચારીઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા. રાહુલ સરકારી બંગલો ખાલી કરીને 10 જનપથ, દિલ્હીમાં માતા સોનિયા ગાંધી સાથે રહેવા જતા રહ્યા છે.
બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હિંદુસ્તાનના લોકોએ મને 19 વર્ષ સુધી રહેવા માટે ઘર આપ્યું, હું તેમનો આભાર વ્યકત કરવા માંગું છે. તેમણે કહ્યું કે આ સત્ય બોલવાની કિંમત છે. સત્ય બોલવા માટે હું કોઇ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છું એમ રાહુલે કહ્યું હતું.
માનહાનિ કેસમાં દોષિત જાહેર થયા બાદ બીજા દિવસે રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ પણ છીનવાઇ ગયું હતું અને એ પછી તેમને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પણ મળી હતી. નોટિસમાં કહેવા મુજબ તેમને 22 એપ્રિલ 2023 સુધીમાં બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ મુજબ આજે રાહુલે સરકારી બંગલો ખાલી કરીને ચાવી સોંપી દીધી હતી. જો કે રાહુલની એક તસ્વીરના લોકો વખાણ કરી રહ્યા છે. શાલિનતા બંગલો ખાલી કર્યા પછી અધિકારીને બે હાથ જોડીને ચાવી આપી એ વાતની સરાહના થઇ રહી છે.
મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, મારો ભાઇ જે કઇ પણ કહે છે તે બધું સત્ય છે. અમે ડરવાના નથી. રાહુલે સરકારને સત્ય કીધું એટલે આ બધું કરવામાં આવી રહ્યું છે. રાહુલ હિંમતવાળો છે અને પોતાનો સંઘર્ષ ચાલું રાખશે.
કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુ ગોપાલે કહ્યું કે જે રીતે મોદી સરકાર અને અમિત શાહ રાહુલ ગાંધીની સામે નિશાન સાધી રહ્યા છે એ ટોટલી રાજકીય બદલો છે. રાહુલ ગાંધી પહેલીવાર વર્ષ 2004માં ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ બન્યા હતા અને વર્ષ 2019માં તેઓ કેરળના વાયનાડથી સાંસદ બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp