પોતાના જેઠ સાથે ભાગી ગઈ 2 બાળકોની માતા, દાગીનાની સાથે અનાજ પણ લઈ ગઈ

PC: twitter.com

મુંગેરમાં 2 બાળકોની માતા પોતાના જેઠ સાથે ભાગી ગઈ છે. તેનો જેઠ પણ 4 બાળકોનો પિતા છે અને મહિલાનો પતિ હવે પોલીસ સ્ટેશન પહોચ્યો છે કે તેની પત્નીને પાછી લાવવામાં આવે.

આ મામલો અસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મકવા ગામનો છે. મહિલાનું નામ નર્મદા દેવી છે. તેણી તેની પડોશમાં રહેતા તેના જેઠ કૈલાશ સાહ સાથે ભાગી ગઈ હતી. તે તેના બે બાળકોને પણ સાથે લઈ ગઈ છે. પીડિતાના પતિ ત્રિપુરારી સાહે અસરગંજ પોલીસ સ્ટેશનમાં તેની પત્નીને ભગાડીને લઈ જવા પર અરજી આપી છે.

ત્રિપુરારી શાહના લગ્ન બેગુસરાય જિલ્લાના રઘુનાથપુરના રહેવાસી શિકારી શાહની પુત્રી નર્મદા સાથે વર્ષ 2007માં થયા હતા. તે હાલમાં મુંબઈમાં રહીને કામ કરે છે.

નર્મદા દેવીના પતિ ત્રિપુરારી સાહ મુંબઈમાં રહીને મજૂરી કામ કરે છે અને મુંગેરમાં તેમના ઘરે પૈસા મોકલતા હતા. જેના કારણે તેની પત્ની અને બાળકોનું ગુજરાન ચાલતું હતું. આ દરમિયાન પત્ની નર્મદાની પડોશમાં રહેતા સંબંધમાં જેઠ ચાર બાળકોનાં પિતા કૈલાશ સાહ સાથે તેની નજારો ચાર થઈ ગઈ હતી. ધીરે ધીરે બંને નો પ્રેમ વધવા લાગ્યો. બંને કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા.

જ્યારે ત્રિપુરારી સાહને આ વાતની જાણ થઈ ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેઠ અને ભાભી વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બન્યો કે ચાર દિવસ પહેલા 22 જાન્યુઆરીએ બંને ભાગી ગયા.

નર્મદા બંને બાળકોને સાથે લઈ ગઈ. માહિતી મળ્યા બાદ જ્યારે ત્રિપુરારી ઘરે પહોંચ્યો તો આખું ઘર ખાલીખમ પડેલું હતું. લગ્નમાં મળેલા ઘરેણા પણ ગાયબ હતા. જે બાદ પીડિતના પતિ દ્વારા શુક્રવારે અસરગંજ પોલીસ સ્ટેશનમાં પત્નીને ભગાડવાના આરોપમાં કૈલાશ સાહ સહિત ચાર સામે લેખિત અરજી આપી. પતિ ત્રિપુરારીએ જણાવ્યું કે લગભગ 3 વર્ષથી મારી પત્ની બાજુમાં રહેતા કૈલાશ શાહ સાથે ફોન પર વાત કરતી હતી, જેના વિશે ઘરમાં સતત બોલાચાલી થતી હતી.

પતિ ત્રિપુરારી સાહે કહ્યું છે કે તે કૈલાશ શાહ સાથે ઘરમાં રાખેલા તમામ દાગીના અને પૈસા પોતાની સાથે લઈને ભાગી ગઈ છે. બંનેએ ઘરમાં રાખેલા ચોખા, દાળ, ઘઉં અને કપડા પણ છોડ્યા નથી. પતિએ જણાવ્યું કે તે મુંબઈમાં મજૂરીનું કામ કરે છે, તેને 23 જાન્યુઆરીએ ખબર પડી કે તેની પત્ની કૈલાશ સાહ સાથે ભાગી ગઈ છે. 

આ બાબતે અગાઉ પણ બુદ્ધિજીવી અને જનપ્રતિનિધિઓ દ્વારા પંચાયતી કરવામાં આવી હતી. અહીં અરજી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટેશન હેડ કૌશલેન્દ્રએ જણાવ્યું કે પીડિતા દ્વારા અરજી મળી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp