કાશ્મીરી મુસ્લિમે શોધી હતી અમરનાથ ગુફા, પહેલા એમનો જ પરિવાર કરાવતો હતો યાત્રા

PC: ndtv.in

બે વર્ષ પછી અમરનાથ યાત્રા શરૂ થઇ ગઈ છે, ગત બે વર્ષ કોરોનાના કારણે આ યાત્રા પ્રભાવિત થઇ હતી, હવે જ્યારે યાત્રા ફરીથી શરૂ થઇ છે, તો અમે તમને એવી કહાની વિશે જણાવવા જઈએ છે, જે ભાઈચારો, પ્રેમ, કશ્મીરીયત અને સંસ્કૃતિને બતાવે છે. પહેલગામના બાટાકોટ ગામમાં 95 વર્ષના ગુલામ નબી મલિક તે જ પ્રાર્થના કરે છે, જે તે અમરનાથની પવિત્ર ગુફામાં કરતા હતા. બે વર્ષ પછી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે, ત્યારે તેમની યાત્રાએ લઇ જવાની અને તેમના પરિવારની ગુફાની સાથેની જૂની યાદોને ફરી એક વાર રિફ્રેશ કરી હતી, જે તેમના પરદાદા બૂટા મલિકે શોધી હતી.

95 વર્ષના ગુલામ નબી મલિકે 60 વર્ષ સુધી અમરનાથ યાત્રા કરાવી હતી, તેમની પાસે તે ગીફ્ટ પણ છે, જે મહારાજા હરિ સિંહે તેમને પવિત્ર ગુફામાં વર્ષ 1947માં આપ્યુ હતું.

મલિકે અમરનાથ ગુફાની સાથે પોતાના પરિવારના સંબંધો વિશે જણાવતા કહ્યું કે, કેવી રીતે હિંદુઓ અને મુસલમાનોની વચ્ચે સંબંધ વધારે મજબૂત થતા ગયા, જ્યારે વર્ષ 1850માં બૂટા મલિકે પવિત્ર ગુફાને શોધી હતી, જ્યાં કુદરતી રીતે બરફ શિવલિંગના રૂપે જામ્યું હતું. વર્ષ 2005 સુધી મલિક પરિવાર જ યાત્રા કરાવતો હતો પણ અમરનાથ શ્રાઈન બોર્ડે આ પરંપરાને ખતમ કરી દીધી.

ગુલામ નબી મલિક જણાવે છે કે, અંદાજે 70 વર્ષ પહેલા હું રાણીની સાથે યાત્રા પર ગયો હતો, ત્યાં અમે પૂજા કરાવી હતી, રાણીએ અમને ખજૂરથી ભરેલી એક થાળી આપી હતી. મલિક પરિવાર માટે, બૂટા મલિક હજુ પણ શ્રદ્ધેય આત્મા છે અને તેમના વિશે અનેક આધ્યાત્મિક અનુભવ જણાવે છે. મલિક પરિવારનું કહેવું છે કે, વર્તમાન સુરક્ષા નિયમોના પહેલા અનેક યાત્રીઓની યાત્રા પૂરી થતી ન હતી, જ્યાં સુધી તેઓ એમના ઘરે ન આવે.

આ વર્ષે સરકારે સુરક્ષાની વિવિધ વ્યવસ્થાઓ કરી છે, જેથી અહિંયા રહેતા અને પ્રવાસીઓ બંનેને મુશ્કેલીઓ ન થાય. ઘાટીમાં પહેલાથી જ કડક સુરક્ષા વ્યવસ્થા છે, તેના પર અર્ધસૈનિક બળોની 350 વધુની કંપનીઓ યાત્રીઓના સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે, પણ મલિક અને અનેક બીજા કશ્મીરીઓ માટે સુરક્ષા યાત્રા પર હાવી ન થવી જોઈએ. કેમ કે, આ કાશ્મીરની સંસ્કૃતિની એક મિસાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp