મોબાઈલ લઈ લેતા પત્ની ગુસ્સે, રાત્રે ઉકળતું તેલ પતિના પ્રાઈવેટ પાર્ટ પર રેડી દીધુ

આજકાલ મોબાઈલ ફોનના કારણે દરેક ઘરમાં તકલીફ જોવા મળી રહી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા છે, તો ઘણી જગ્યાએ લોકોનો જીવ મુસીબતમાં મુકાઈ જાય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવ્યો છે, જ્યાં પાડોશી સાથે કલાકો સુધી વાત કરતી પત્ની પાસેથી મોબાઈલ છીનવવો પતિને મોંઘુ પડી ગયું.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને તેની પત્નીના હાથમાંથી મોબાઈલ છીનવવો મુશ્કેલ બન્યો હતો. આવી રોક-ટોકથી નારાજ મહિલાએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ રેડ્યું અને ભાગી ગઈ. બૂમ બરાડા સાંભળીને આસપાસના લોકોએ ઘાયલને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હવે પીડિતની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. હાલ આરોપી પત્ની ફરાર છે.
આ સમગ્ર મામલો કંપુ પોલીસ સ્ટેશન વિસ્તારના માધવ નગરનો છે. કોલોનીમાં રહેતા સુનિલ ધાકડ (32) ખાનગી નોકરી કરે છે. તે ગ્વાલિયર જિલ્લાના ગિજોરા પોલીસ સ્ટેશન હેઠળના ભાગહ ગામનો રહેવાસી છે. સુનીલ તેની પત્ની સાથે ગ્વાલિયરના મહાદજી નગરમાં રહેતો હતો. થોડા દિવસો પહેલા પાડોશીની પત્નીએ સુનીલ સામે ફરિયાદ કરી હતી કે, તેની ગેરહાજરીમાં પત્ની ભાવના તેના પાડોશી સાથે વાત કરે છે. સુનિલે તેની પત્નીને આ વિશે ઘણું સમજાવ્યું. પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નહીં.
દરમિયાન ગતરોજ સુનીલ ઘરે આવ્યો ત્યારે ભાવના તેના પાડોશી યુવક સાથે મોબાઈલ પર વાત કરતી હતી. આનાથી સુનીલ ગુસ્સે થયો અને તેણે તેની પત્નીના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. તેમજ ખુબ ગુસ્સે થઈને ઠપકો આપ્યો હતો. આ અપમાનથી તેની પત્ની ભાવના મનમાં ને મનમાં ઉકળી ગઈ અને તેણે આનો બદલો લેવાનું નક્કી કર્યું.
આ પછી રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે પતિ જ્યારે ગાઢ નિંદ્રામાં પડતાં ભાવનાએ ઉભી થઈને રસોડામાં તેલ ઉકાળ્યું અને વાસણ લઈને પતિ પર રેડી દીધું. આ ઘટના આચર્યા પછી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.
દર્દના કારણે સુનિલે બૂમ બરાડા અને ચીસો પડતા તે સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી.
પીડિત પતિનું કહેવું છે કે, તે તેની પત્નીથી ખૂબ જ નારાજ છે, તેણે તેને તેના પાડોશી યુવક સાથે ઘણી વખત વાત કરતી જોઈ છે. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે ઘણી વખત મને ધમકી પણ આપી હતી. કંપુ પોલીસ સ્ટેશનના પ્રભારી દીપક યાદવે જણાવ્યું કે, આ મામલામાં પીડિતની ફરિયાદ પર તેની પત્ની વિરુદ્ધ કલમ 324 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધ શરૂ કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. જ્યારે ફરાર મહિલાની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp