બાઇકનું 86 વખત ચલણ કપાયું, બાઇકની કિંમત કરતા 3 ગણો દંડ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ટ્રાફિક નિયમો તોડનારાઓએ ચેતી જવાની જરૂર છે. ઘણી વખત ચલણ કપાયા છતાં ટ્રાફિક નિયમો તોડનારાઓને હવે પોલીસ છોડશે નહીં. ન સુધરશો તો કાયદાકીય પણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ એવા લોકો પર વોચ રાખી રહી છે. ટ્રાફિક પોલીસ હવેથી તેવા લોકો વિરૂદ્ધ કડક પગલા ભરવા જઇ રહી છે. એવામાં જ શહેરમાં બાઇક ચાલક એજાઝ અલીનું 86 વખત ચલણ કપાયું છે. કુલ 1,72,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તેમ છતાં આરોપીએ દંડ નથી ભર્યો. લખનૌ પોલીસે હવે 484 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના ઉપર 10 વખત નિયમ તોડવાનો આરોપ લાગ્યો છે.
પોલીસનું કહેવું છે કે, આ દંડનો કોઇ મતલબ નથી. આ લોકોએ અત્યાર સુધી દંડ નથી ભર્યો. એવામાં ટ્રાફિક પોલીસે આવા આરોપીઓને પોલિસ સ્ટેશનમાં બોલાવવાનો નિર્ણય લીધો છે. જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરીને નિયમોનું પાલન કરવાનો પાઠ ભણાવવામાં આવશે.
પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, 484 લોકોમાં 86 મહિલાઓ છે. જેમનું 10 વખત ચલણ કપાયું છે. એજાઝ અલીનું 86 વખત ચલણ કપાયું છે. તેના પર 1,72,000 રૂપિયાનો દંડ બાકી છે. મહિલાઓમાં રીમા જયસવાલ પર 52 વખત રોંગ સાઇડ ગાડી ચલાવવાનું ચલણ કપાયું છે. ટ્રાફિક વિભાગનો નિયમ છે કે, યાતાયાત નિમય તોડવા પર જો કોઇનું ત્રણ કે તેથી વધુ ચલણ કપાય છે તો તેને ત્રણ મહિના માટે નિલંબિત કરી દેવામાં આવશે. આંકડા અનુસાર, જે લોકોની ઓળખ કરવામાં આવી છે. તેઓ 10 વારથી વધારે વખત નિયમો તોડી ચૂક્યા છે. ટ્રાફિક નિયમો તોડવાની રીત પણ એક જેવી જ છે. પણ ટ્રાફિક નિયમોની સુસ્તીના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ નિલંબનની કાર્યવાહી નથી કરવામાં આવી.
રોન્ગ સાઇડ માટે 279 લોકોના 10થી વધારે વખત ચલણ કપાયા છે. વગર હેલમેટ વાળા 101 લોકોના 10થી વધારે વખત ચલણ કપાયા છે. ઓવર સ્પીડીંગમાં પણ 101 લોકોના 10થી વધારે વખત ચલણ કપાયા છે. જે 484 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ આદત અનુસાર નિયમો તોડતા લાગ્યા છે. એવામાં પોલીસ કમિશ્નર એસબી શરડકરના નિર્દેશ પર આ દરેક લોકોને તેમના સ્થાનિક પોલિસ સ્ટેશન પર બોલાવવામાં આવશે. તેમને ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવવામાં આવશે. જેથી આગળથી તેઓ આ પ્રકારની ભૂલ ન કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp