બાઇકની ચોરી થઇ, માલિકે FIR લખાવી, જ્યારે CCTV સામે આવ્યા તો પોલીસ જ ફસાઇ ગઇ

PC: thelallantop.com

મહારાષ્ટ્રમાં બાઇક ચોરીની એક ફરિયાદમાં પોલીસના જ પગ કુંડાળામાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે. બાઇક ચોરીની માલિકે ફરિયાદ નોંધાવી અને  CCTV સામે આવ્યા તો પોલીસજ ફસાઇ ગઇ.

મહારાષ્ટ્રના સંભાજી નગરમાં એક વ્યકિતની  મોડી રાત્રે બાઇક ચોરાઇ ગઇ હતી. બાઇકને આમ તેમ શોધવાના પ્રયાસ પછી જ્યારે કોઇ પત્તો ન લાગ્યો તો બાઇક માલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને બાઇક ચોરીની પોલીસને વાત કરી અને પછી FIR નોંધાવી અને ઘરે આવી ગયો હતો. એ પછી ખબર પડી કે બાઇક ગાયબ થવાના મામલાના છેડા પોલીસ સુધી પહોંચતા હતા.

હવે આખી વિગત એવી છે કે મહારાષ્ટ્રના સંભાજી નગરના ઔરંગપરા વિસ્તારમાં એક મેડિકલ એજન્સીમાં એક યુવક કામ કરે છે. આ યુવક 25 અને 26 જુલાઇ દરમિયાન મોડી રાતે તેનું કામ ખતમ કરીને ઘરે જતો હતો અને એજન્સીની બહાર પાર્ક કરેલી તેની બાઇક સ્ટાર્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો. પણ તેની બાઇક ચાલું જ નહોતી થઇ રહી, એટલે મેડિકલ એજન્સીના માલિકે કહ્યું કે, એક કામ કરે, આ સ્કુટી લઇને ઘરે જા. માલિકની સ્કુટી લઇને યુવક ઘરે ગયો અને બીજા દિવસે પાછો કામ પર આવ્યો તો મેડિકલની બહાર તેની બાઇક નજરે નહોતી પડી. ગભરાઇ ગયેલા યુવાને પોતાની બાઇક વિશે આજુબાજુમાં તપાસ કરી, પરંતુ કોઇ પત્તો લાગ્યો નહી. આખરે તેણે પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી હતી.

યુવાને  FIR કરી એ પછી સ્થાનિક લોકોએ આજુબાજુના CCTV તપાસ્યા હતા. CCTVમાં દેખાય છે કે મોડી રાત સુધી તો યુવકની બાઇક ત્યાં જ પડી હતી. એ પછી 112 નંબરની પોલીસની પેટ્રોલિંગ જીપ આવે છે. બાઇકને જોઇને એક પોલીસ કર્મી જીપમાંથી ઉતરે છે અને બાઇકનું હેન્ડલ લોક તોડી નાંખે છે. લોક તોડીને એ પોલીસ બાઇકને સ્ટાર્ટ કરવાની કોશિશ કરે છે, પરંતુ બાઇક સ્ટાર્ટ થતી નથી એટલે ઘસડીને લઇ જાય છે. એ પછી જીપમાંથી બીજો પોલીસ કર્મી ઉતરે છે અને બંને બાઇક ચાલું કરવાનો પ્રયાસ કરે છે, એવામાં બાઇક સ્ટાર્ટ થઇ જાય છે અને એક પોલીસ કર્મી બાઇક ચલાવીને લઇ જાય છે.

જ્યારે  CCTV વાયરલ થાય છે  અને પોલીસ પર સવાલો ઉઠ્યા ત્યારે પોલીસ અધિકારીઓએ પાંગલો બચાવ કરતા કહ્યુ હતું કે, આ ઘટના પહેલાં આ બાઇક પર એક દારૂડિયો બેઠો હતો, જે બાઇક સાથે છેડછાડ કરતો હતો, એટલે સલામતી ખાતર પોલીસ બાઇકને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. દારૂડિયાને પણ પોલીસ સ્ટેશન લવાયો હતો.

તો લોકો સામો સવાલ પુછી રહ્યા છે કે પોલીસ બાઇકને લઇને ગઇ તો રજિસ્ટરમાં એન્ટ્રી કેમ ન કરી?  જ્યારે બાઇક માલિક FIR કરવા ગયો ત્યારે એને કેમ જાણકારી ન આપવામાં આવી કે તમારી બાઇક તો પોલીસ લઇને આવી છે. એ વાત તો પછીથી CCTV દ્રારા સામે આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp