ભાજપના કેન્દ્રીય મંત્રીએ મંદિરના Exit ગેટમાંથી એન્ટ્રી લીધી, રોક્યા તો બબાલ

PC: amarujala.com

મંદિરમાં પ્રવેશવા માટે ભાજપના મંત્રીની દાદાગીરી સામે આવી છે. બહાર જવાના માર્ગેથી મંત્રીએ મંદિરમાં પ્રવેશ મેળવ્યો અને તેના માટે બબાલ થઇ હતી.

મથુરાના વૃંદાવનમાં 7 ઓક્ટોબર,શનિવારે ભાજપના કેન્દ્રીય રાજ્ય મંત્રી બીએલ વર્મા બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. મંત્રી એન્ટ્રી ગેટને બદલે EXIT ગેટમાંથી જવા માંગતા હતા, પરંતુ સુરક્ષા ગાર્ડે તેમને રોક્યા હતા. મંત્રીની સાથે ભાજપના કાર્યકરો પણ હતા. ગાર્ડે મંત્રીને રોક્યા તો બબાલ થઇ ગઇ અને ગાર્ડ સાથે મારપીટની ઘટના બની. આ દરમિયાન પોલીસ પણ હાજર હતી, પરંતુ પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. ઘટનાના CCTV ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

જાણવા મળેલી માહિતી મુજબ કેન્દ્રીય રાજ્ય મંત્રી બી એલ વર્મા તેમની સાથે કેટલાંક કાર્યકરો અને સ્થાનિક ભાજપ નેતા સાથે બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ મંદિરના EXIT ગેટ નંબર-1 પરથી મંદિરમાં જવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગેટ પર ઉભેલા સુરક્ષા કર્મી નીરજ ઠાકુરે તેમને અટકાવી દીધા હતા અને મંદિરના ગેટ નંબર 2 પરથી પ્રવેશ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ મંત્રી અને કાર્યકરોએ તો EXIT ગેટમાંથી જ એન્ટ્રી લેવાની જ જીદ પકડી હતી.

મંત્રી અને તેમના કાર્યકરો મંદિરના EXIT ગેટ પરથી જવાની જીદ કરતા હતા અને સુરક્ષા કર્મી ના પાડતો હતો, એમાં ધક્કામુકકી થઇ ગઇ અને સુરક્ષા કર્મી સાથે મારપીટ પણ થઇ હોવાનું જાણવા મળ્યુ છે. છેલ્લે મંત્રી અને તેમના કાર્યકરોએ EXIT ગેટમાંથ જ પ્રવેશ મેળવ્યો, પરંતુ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

સુરક્ષા ગાર્ડ પ્રભારી નીરજ ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં 2 શ્રધ્ધાળુઓના મોત થયા હતા એ પછી મંદિરમાં પ્રવેશ દ્રાર અને EXT દરવાજા નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે.મંદિરમાં પ્રવેશ કરવા માટે ગેટ નંબર 2 અને 3નો ઉપયોગ થાય છે, જ્યારે બહાર જવા માટે ગેટ નંબર1નો ઉપયોગ કરવામાં આવે છે.બધાને ગેટ નંબર 2 અને 3માંથી જ પ્રવેશ આપવામાં આવે છે એટલે મંત્રીને રોકવામાં આવ્યા હતા. પરંતુ તેઓ માન્યા નહીં અને જબરદસ્તીથી ગેટ નં1 પરથી જ મંદિરમા પ્રવેશ્યા હતા.

બી.એલ. વર્મા ભાજપના નેતા છે અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં વર્તમાન રાજ્ય મંત્રી અને ભારત સરકારના સહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી છે. વર્મા ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લાના ઉઝાનીના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp