નવપરિણીતાએ લગ્નના મહિના પછી પણ પતિ સાથે સેક્સ ન કર્યુ, કારણ જાણીને બધા ચોંકી ગયા

લગ્ન બાદ નવપરિણીત યુવતીની આ અનોખી માંગથી માતા-પિતા અને સાસરિયાઓ પણ દંગ રહી ગયા હતા. ઘણી સમજાવટ પછી પણ નવપરિણીત મહિલા રાજી ન થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. નવપરિણીત યુવતીની માંગ સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસની ઘણી સમજાવટ પછી પણ નવપરિણીત યુવતી રાજી ન થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાએ નવદંપતીના પરિવારજનોને પરેશાન અને પુરી રીતે આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લગ્ન બાદ પણ નવપરિણીત મહિલાએ તેના પતિ સાથે સેક્સ માણ્યું ન હતું. તેણે લગભગ એક મહિના સુધી તેના પતિથી અંતર રાખ્યું હતું. જ્યારે નવપરિણીત યુવતીએ પોતાના દિલની વાત પરિવારના સભ્યોને બતાવી ત્યારે બધા ચોંકી ગયા હતા.

દેહરાદૂન શહેરમાં આ અનોખો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના એક મહિના પછી, નવી પરિણીત મહિલા તેના પતિ સાથે બિલકુલ રહેવા માંગતી નથી. તેણે તેના પતિને છોડીને તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની જીદ કરી. લગ્ન બાદ તેણે પતિથી અંતર બનાવી રાખ્યું હતું. જ્યારે મામલો યુવતીના સંબંધીઓ સુધી પહોંચ્યો તો તેઓએ તેને પોતાની સાથે લઈ જવાની જીદ કરી.

કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા યુવકના લગ્ન 6 ફેબ્રુઆરીના રોજ હરિદ્વારની રહેવાસી યુવતી સાથે થયા હતા. યુવકના પિતાએ જણાવ્યું કે, લગ્ન રીતિ- રિવાજથી ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. યુવતી પણ પિયરિયાઓનું ઘર છોડીને સાસરે આવી ગઈ હતી. અહીં આવ્યા બાદ તેણે તેના પતિથી અંતર બનાવવાનું શરૂ કર્યું.

પરિવારજનોને આ અંગેની જાણ થતાં, તેઓએ નવપરણિત  સાથે વાત કરી હતી. પછી તેણે પોતાના મનની વાત વ્યક્ત કરી. તેણે કહ્યું કે તે લગ્ન પહેલા એક છોકરા સાથે પ્રેમમાં છે. તેની સાથે લગ્ન કરીને રહેવા માંગે છે. આ અંગે છોકરા પક્ષે છોકરીના પરિવાર સાથે વાત કરી હતી. તેણે છોકરીને તેના પિયર પછી બોલાવી લીધી.

યુવતીએ જવાની ના પાડી દીધી. ઈન્સ્પેક્ટર કેન્ટ સંપૂર્ણાનંદ ગૈરોલાએ જણાવ્યું કે, બંને પક્ષોને મંગળવારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન યુવતી તેના પિયરના ઘરે જવા તૈયાર ન હતી. તેણે તેના પિયરના ઘરે જવાનો ડર વ્યક્ત કર્યો. મામલાની ગંભીરતા જોઈને પોલીસે બંને પક્ષકારોને સિટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. ત્યાં નવપરિણીત મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે, તે તેના પિયરના ઘરે નહીં જાય. હાલ તો તેને છોકરાના ઘરે મોકલી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.