- National
- લગ્નના બીજા દિવસે દુલ્હને બાળકીને જન્મ આપ્યો, કહેલું પથરીને કારણે પેટ ફૂલી ગયેલુ
લગ્નના બીજા દિવસે દુલ્હને બાળકીને જન્મ આપ્યો, કહેલું પથરીને કારણે પેટ ફૂલી ગયેલુ
પ્રભુતામાં પગલાં પાડીને નવજીવન શરૂ કરવાના સપના જોનાર એક વરરાજાને સુહાગરાતના દિવસે જ ચોંકાવનારા સમાચાર મળ્યા હતા. જેની સાથે સાત જન્મના ફેરા લેવાના વચન લીધા હતા તે પત્ની તો પહેલેથી જ ગર્ભવતી હતી. કન્યાના પરિવારજનોએ પણ પોતાની દીકરી ગર્ભવતી હોવાની વાત છુપાવી હતી અને વરરાજા પક્ષને કહ્યું હતું કે પથરીને કારણે દીકરીનું પેટ ફૂલી ગયું છે. સાસરીયાવાળા સજજ્ન હતા તેમણે દુલ્હનને તો પિયર મોકલી દીધી પરંતુ પોલીસ ફરિયાદ કરી નથી.
ગ્રેટર નોઇડામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. સોમવારે એક વ્યકિતના લગ્ન થયા હતા એ પછી સુહાગરાતના દિવસે દુલ્હનના પેટમાં દુખવો ઉપડ્યો હતો તો સાસરીયાએ ડોકટર પાસે ચેક કરાવ્યું તો ખબર પડી કે દુલ્હન તો 7 મહિનાની ગર્ભવતી છે. આ સાંભળીને સાસરીયાઓના તો પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તેમા પાછુ બીજા દિવસે દુલ્હને 7 મહિનાની બાળકીને જન્મ આપ્યો હતો.

ગ્રેટર નોઇડામાં એક યુવાનના લગ્ન થયા હતા ત્યારે દુલ્હનનું પેટ ફુલેલું હતું તો દુલ્હનના પરિવારે એવું કહ્યું હતું કે તેણીનું પથરીનું ઓપરેશન કરાવ્યું હતું એટલે પેટ ફુલી ગયું છે.પણ સુહાગરાતે દુલ્હનને પેટમાં દુખ્યું તેમાં આખો ભાંડો ફુટી ગયો હતો.
જ્યારે સાસરિયાઓ દુલ્હનને લઇને ડોકટર પાસે ગયા ત્યારે ખબર પડી કે નવવધૂ તો 7 મહિનાની ગર્ભવતી છે. આ સાંભળીને સાસરિયાઓના હોશ ઉડી ગયા. ત્યાં જ બીજા જ દિવસે તેણે એક બાળકને જન્મ આપ્યો. આ પછી છોકરાના પક્ષના લોકોએ દુલ્હન પક્ષને જાણ કરી અને દુલ્હનને રાખવાની ના પાડી દીધી.

માહિતી મળતા પરિવારના સભ્યો પુત્રી અને માસૂમ બાળકીને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે, આ મામલે હજુ સુધી છોકરા તરફથી પોલીસને કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીના પરિવારજનોએ આ વાત છોકરાઓથી છુપાવી હતી.
એવું પણ જાણવા મળ્યું છે કે વરરાજા તરફના લોકોને કહેવામાં આવ્યું હતું કે છોકરીનું થોડા સમય પહેલા પથરીનું ઓપરેશન થયું હતું. આ કારણે તેનું પેટ થોડું ફૂલેલું છે. દનકૌર પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય સિંહે જણાવ્યું કે પોલીસને આ વિશે માહિતી મળી છે. પરંતુ, કોઈ ફરિયાદ નથી.યુવતીના પક્ષના લોકો પુત્રીને લઈને ઘરે ગયા છે.

