લગ્ન કરીને દુલ્હન સાસરે જઇ રહી હતી, રસ્તામાં ગાડી રોકાવીને પ્રેમી સાથે ભાગી ગઇ

PC: www.amarujala.com

લગ્ન કરીને દુલ્હન સાસરે જઇ રહી હતી ત્યારે અધવચ્ચે ગાડીને ઉભી રખાવી હતી અને તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. આ કોઇ ફિલ્મની કહાની નથી, પરંતુ હકિકતમાં આવી ઘટના બની છે.ખુશી ખુશી દુલ્હનને લઇને જઇ રહેલા વરરજા અને જાનૈયાઓને દુલ્હને મોટો આંચકો આપી દીધો હતો, જેને કારણે ખુશીનો પ્રસંગ દુખમાં પલટાઇ ગયો હતો. જો કે દુલ્હનની આ કારી ફાવી નથી, પરંતુ નારાજ વરારાજો દુલ્હનને લીધા વગર જ રવાના થઇ ગયો હતો.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં લગ્નના થોડા કલાકો બાદ જ એક દુલ્હન પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ. જોકે, જાનૈયાઓએ પ્રેમીને  ઘેરી લેતા પ્રેમી કન્યાને રસ્તામાં જ છોડીને ભાગી ગયો હતો. સાસરે જતી વખતે દુલ્હન તબિયતનું બહાનું કરીને કાર રોકી હતી.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક દુલ્હન લગ્નના થોડા કલાકો બાદ જ તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ઘટના ઉત્તર પોલીસ ચોકી વિસ્તારની છે જ્યાં લગ્નની તમામ વિધિઓ બાદ દુલ્હન તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે બાઇક પર ભાગી ગઈ હતી.

આગ્રાના બમરૌલીથી બુધવારે સાંજે એક જાન ફિરોઝાબાદ આવી હતી. લગ્નની વિધી ગુરુવારે પુરી થઇ હતી અને વરરાજા કારમાં દુલ્હનને લઇને પોતાના ઘરે લઇ જઇ રહ્યો હતો. કાર રસ્તામાંથી પસાર થઇ રહી હતી તે વખતે નગલા ભાઉ અને રાજાના તાલ વચ્ચે દુલ્હને વરરાજાને કહ્યું હતું, મારી તબિયત ખરાબ થઇ ગઇ છે, જરા કારને થોભાવો. કારમાંથી ઉતરીને દુલ્હને થોડો સમય હવામાં શ્વાસ લીધો હતો, એ સમયે એક યુવક બાઇક લઇને આવ્યો હતો જેની સાથે બેસીને દુલ્હન ભાગી છુટી હતી. પોતાની પત્ની કોઇ બીજા સાથે ભાગી રહી છે એ જોઇને વરરાજા ચિલ્લાયો હતો એટલે લોકો બાઇકની પીછો કર્યો અને યુવકને ઘેરી લીધો હતો. પોતે ફસાઇ ગયો છે એવું જણાતા પ્રેમી દુલ્હનને મુકીને ભાગી છુટ્યો હતો.

દુલ્હનની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઇ ગઇ હતી. કારણ કે પ્રેમી તેને છોડીને ભાગી છુટ્યો હતો અને પતિના સગાઓ ગુસ્સામાં આગબબુલા હતા. આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરતુ નારાજ પતિએ દુલ્હનને પોતાની સાથે લઇ જવાનો ઇન્કાર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp