લગ્નના મંડપથી સીધી જેલ પહોંચી દુલ્હન!, પંડિતે ખોલી છોકરીની પોલ

PC: msn.com

પંજાબના ફિરોજપુર જિલ્લાના કેન્ટ વિસ્તારમાં લગ્નના નામે છેતરપિંડી કરનાર ગેંગને પોલીસે પકડી લીધી છે. એક મંદિરમાં લગ્નના દરમિયાન પંડિતે દુલ્હનનું આધાર કાર્ડ માગ્યું તો, તેમણે કહ્યું કે, કાલે આજ આઈડી ધરાવતી છોકરીના લગ્ન કરાવી ચૂક્યો છું, ત્યાર બાદ પંડિતે બીજી આઈડી માગી તો દુલ્હનની સાથે આવેલા સંબંધીઓ ફરાર થઈ ગયા. તેમજ, ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દુલ્હનની સાથે-સાથે કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરી. પોલીસે કુલ 7 લોકોના વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ફતેહાબાદમાં રહેતા રવિના લગ્ન માટે તેનો પરિવાર છોકરી શોધી રહ્યો હતો.

એક મીડિયાના રિપોર્ટ અનુસાર, આ દરમિયાન તેમને એક મધ્યસ્થી મળ્યો. તેણે છોકરાના મામાને કહ્યું કે, ફિરોજપુરમાં એક છોકરી છે, જેને તમે જોઈ શકો છો અને લગ્ન કરવાનો વિચાર બનાવી શકો છો, ત્યાર બાદ છોકરો અને તેના મામા બંને ફિરોજપુર પહોંચી ગયા, ત્યાં તેમની મુલાકાત દીપા નામની મહિલા સાથે થઇ. વાતચીત કર્યા પછી બંનેએ દીપાનું આઈડી પ્રૂફ પણ જોયું અને પછી લગ્નની વાત ફાઈનલ થઇ ગઈ, ત્યાર બાદ રવિના પરિવારે લગ્નની તૈયારી શરૂ કરી દીધી અને ઘરેણાની ખરીદી પણ કરી લીધી. તેમજ, દુલ્હન પક્ષના લોકો મંદિર પહોંચી ગયા. મંદિરમાં લગ્નની વિધિઓ શરૂ થઇ તો પંડિતે છોકરીનું આધાર કાર્ડ માગ્યું.

જ્યારે છોકરી સાથે કથિત સંબંધીએ તારા અરોરાના નામનું આધાર કાર્ડ બતાવ્યું, તો પંડિતે જણાવ્યું કે, તેમણે કાલે આ જ આઈડી નામ ધરાવતી છોકરીના લગ્ન કરાવ્યા છે, ત્યાર બાદ પંડિતે ગત દિવસના લગ્નના પુરાવાઓ પણ બતાવ્યા. પંડિતે જ્યારે છોકરી પાસેથી અસલી આઈડી પ્રૂફ માગ્યું, તો તેની સાથે આવેલા લોકો ફરાર થઇ ગયા. તેમજ, જ્યારે શંકા વધવા લાગી તો પોલીસને સૂચના આપવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરી. તેમજ, આ ઘટનાને લઈને ફિરોજપુર જિલ્લાના કેન્ટ પોલીસ સ્ટેશનના પ્રમુખ જસવિંદ સિંહ બરાડે કહ્યું કે, ગુનેગાર એક ગેંગ બનાવીને લોકોની સાથે લગ્નના નામ પર છેતરપિંડી કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp