કન્યાએ દુલ્હનના ડ્રેસમાં પરીક્ષા આપી,વરરાજાએ બહાર રાહ જોઈ;પાછા ફરી વિધિ પુરી કરી

ઝારખંડના કોડરમામાં લગ્નના સાત ફેરા લીધા પછી વિદાય પહેલા એક દુલ્હન પરીક્ષા આપવા પહોંચી હતી. વરરાજા પણ પરીક્ષા કેન્દ્રની બહાર તેની દુલ્હનની રાહ જોતો ઉભો રહ્યો. સ્વાભાવિક છે કે, પરીક્ષા માટે જોવા મળેલી દુલ્હનની આ પ્રતિબદ્ધતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
વાસ્તવમાં, કોડરમાના ઝુમરી તિલૈયાના અડ્ડીબંગલા વિસ્તારની રહેવાસી તુષારિકાના લગ્ન ગયા (બિહાર)ના સુભ્રાંશુ સોનલ સાથે નક્કી થયા હતા. લગ્નની જાન 22 જૂનના રોજ ઝુમરી તિલૈયા પહોંચી હતી. આખી રાત શિવ વાટિકામાં લગ્નની તમામ વિધિઓ થઈ હતી. તુષારિકાની 23મી જૂને વિદાયની વિધિ થવાની હતી. વિદાયના દિવસે તુષારિકાની M.Com.ના અંતિમ વર્ષની પરીક્ષા હતી.
પરિવાર અને સાસરિયાઓની સંમતિથી તુષારિકા તેના પતિ સાથે લગ્નના પહેરેલા કપડામાં જ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. તુષારિકાએ વેડિંગ ડ્રેસ પહેરીને જ પરીક્ષા આપી અને પછી મેરેજ હોલ શિવ વાટિકા પહોંચી. લગ્નમંડપમાં પહોંચ્યા પછી કન્યા પક્ષ દ્વારા વિદાયની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી.
તુષારિકાએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, જ્યારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ લગ્નનો આખો કાર્યક્રમ નક્કી થતાં જ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ગયું. એક સમય એવો પણ આવ્યો જ્યારે લગ્ન અને પરીક્ષામાં બંનેમાંથી એકની પસંદગી કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. મેં પરીક્ષા આપવાનું મન બનાવી લીધું હતું. જોકે, સાસરિયાઓએ સંમતિ આપી દીધી હતી. ખાસ કરીને તેના થનારા પતિએ પણ લગ્ન પહેલા પરીક્ષા આપવા માટે સંમતિ આપી દીધી હતી.
અહીં કન્યા તુષારિકા પણ પરીક્ષા આપવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. સાત ફેરા લીધા પછી જ્યારે બીજા દિવસે વિદાયનો સમય આવ્યો ત્યારે કન્યા સાસરે જવાને બદલે સીધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. ફૂલોથી સુશોભિત કાર સાથે લગ્નના કપડામાં પરીક્ષાર્થીને જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. હવે તુષારિકાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જ્યારે, જ્યાં સુધી કન્યા પરીક્ષા આપતી રહી ત્યાં સુધી વરરાજા પરીક્ષા કેન્દ્રની બહાર શણગારેલી કારમાં કન્યાની રાહ જોતો રહ્યો. લોકોને આ વાત ખૂબ ગમી ગઈ હતી.
આ અંગે વર શુભ્રાંશુ કહે છે, 'લગ્ન અને પરીક્ષા બંને જીવનમાં મહત્વપૂર્ણ છે. તુષારિકાનું સ્વપ્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું છે. તેને પૂર્ણ કરવામાં તેમનો આખો પરિવાર દરેક રીતે સહકાર આપશે.
અહીં કોલેજના પ્રિન્સિપાલ સોહર યાદવે જણાવ્યું કે, PG સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે. આમાં, નવી પરણેલી કન્યા લગ્નવિધિ કર્યા પછી પરીક્ષા માટે આવે છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમજ શિક્ષણના મહત્વને પ્રાધાન્ય આપવું એ સમાજ માટે કોઈ સંદેશથી ઓછું નથી. આચાર્યએ પણ નવપરિણીત યુગલને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp