દુલ્હનનું યૂનિક વેડિંગ ફોટોશૂટ વાયરલ, લોકોએ કહ્યું- ‘લોકેશન તો ખૂબ જ શાનદાર છે!’

PC: aajtak.in

લગ્ન દરેકની લાઈફનો સૌથી ખાસ ક્ષણ હોય છે, આ ખાસ અવસરે યાદોને સાચવી રાખવા માટે લોકો વિવિધ રીતની વસ્તુઓ કરે છે. એમ તો તમે લગ્નના અનેક ફોટોશૂટ જોયા હશે, જે આ સ્વીટ મેમેરીને હંમેશાં માટે યાદગાર બનાવી દે છે. તેમજ, હાલમાં દુલ્હનનો ફોટોશૂટ એટલે કે, Bridal Photoshoot નો ટ્રેન્ડ પણ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યો છે, જેને દરેક ફોલો કરી રહ્યા છે, પણ કેરળમાં એક દુલ્હને અનોખું ફોટોશૂટ કરાવ્યું છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે.

બધા જાણે છે કે, દેશમાં રસ્તાઓની સ્થિતિ હાલમાં કેવી છે. થોડો વરસાદ આવે તો, પણ રસ્તાઓ તળાવ બની જાય છે. ઘણા બધા રસ્તાઓ તો એવા હોય છે કે, લોકો પૂછે છે કે, ‘ભૈયા રસ્તામાં ખાડા છે કે પછી ખાડા પર રસ્તા’. તેવી સ્થિતિમાં કેરળની એક યુવતીએ દુલ્હનના કપડાઓમાં ખાડા અને કાદવવાળા રસ્તાની સમસ્યાને બતાવવા માટે આવું ફોટોશૂટ કરાવ્યું છે કે, હવે પૂરી દુનિયા આ ખરાબ રસ્તાને જોઈ રહી છે.

ખાડાવાળા રસ્તા પર પહોંચી દુલ્હન

આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી દુલ્હનના કપડાઓમાં રસ્તા પર ચાલી રહી છે. રસ્તા પર નાના-મોટા ખાડા છે, જેમાં ગંદુ પાણી પણ ભરાયેલું છે. આ કારણે દુલ્હન વાહન ચાલકોની જેમાં ખાડાઓથી બચી-બચીને આગળ વધતી જોવા મળી રહી છે. આ દરમિયાન જ ફોટોગ્રાફર તેના ફોટો લે છે. હવે તે જ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે, જેમને જોઇને લોકો કહી રહ્યા છે કે, આ તો ખૂબ જ યૂનિક ફોટોશૂટ છે.

લાખો વાર જોવામાં આવી ચૂક્યો છે વીડિયો

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ arrow_weddingcompany થી 11 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘રસ્તાની વચ્ચે દુલ્હનનું ફોટોશૂટ’ આ વીડિયોને અત્યાર સુધી 45 લાખથી વધુ વ્યૂઝ અને 3 લાખ 93 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. સાથે જ, યૂઝર્સ આના પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સે લખ્યું કે, ‘પ્રશાસનને ઊંઘમાંથી ઉઠાવવાની યોગ્ય રીત છે!’. એક યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘થોડા સમય પછી સાડીનો કલર પીળો થઇ જાય છે.’

કર્ણાટકનો વીડિયો યાદ છે?

આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI એ 15 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં જણાવ્યું હતું કે, ‘નિત્યાનંદ વોલાકાડૂ નામના સોશિયલ વર્કરે ઉડુપીના રસ્તા પર ખાડાઓને લઈને ખૂબ જ અનોખા અંદાજમાં પ્રદર્શન કર્યું. વીડિયોમાં જોઈ શકો છો કે, સોશિયલ વર્કર રસ્તા પર સૂઈને ગોળ-ગોળ ફરી રહ્યો છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં ઢોલનો અવાજ પણ આવે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp