ભાઈએ ગળા પર છરી ઝીંકી, એ જ હાલતમાં યુવક 1 Km સુધી બાઈક ચલાવી હોસ્પિટલ પહોંચ્યો

નવી મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 3 જૂને એક વ્યક્તિ જ્યારે સૂતો હતો ત્યારે તેના ભાઈએ તેના ગળામાં કાટ લાગેલી છરી મારી દીધી હતી. છરી ગળાની આરપાર થઈને ફસાઈ ગઈ હતી. આ પછી, વ્યક્તિએ હિંમત બતાવી અને પોતે એક કિલોમીટર બાઇક ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો. તેની ગરદનમાંથી લોહી વહી રહ્યું હતું. તે પીડામાં હતો. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે લોકો તેને જોઈને ગભરાઈ ગયા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. આખરે ડોક્ટરોએ તેનો જીવ બચાવી લીધો. ડૉક્ટરોએ કહ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. બધા માણસો આ યુવકની હિંમતની પ્રશંસા કરી રહ્યા હતા.
વાસ્તવમાં 30 વર્ષનો તેજસ પાટીલ એક બિઝનેસમેન છે. કૌટુંબિક ઝઘડામાં તેના ભાઈ મોનિશે તેના ગળામાં છરી મારીને હુમલો કર્યો હતો. તે સમયે તેજસ તેના રૂમમાં સૂતો હતો. છરી તેના ગળામાંથી આર પર નીકળી ગઈ હતી, પરંતુ તે ગભરાયો નહીં અને તે જ હાલતમાં બાઇક પર સવાર થઈને એક કિલોમીટર દૂર હોસ્પિટલ પહોંચ્યો. જ્યાં ડોક્ટરોએ તેના ગળામાંથી છરી કાઢીને તેની સર્જરી કરી હતી.
ડૉક્ટરે કહ્યું કે સર્જરી ખુબ મુશ્કેલ ભરી હતી. આ એક ચમત્કાર છે કે, તેને કોઈ પણ જાતના નુકસાન વગર બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હોતે અથવા તે જીવનભર માટે અપંગ પણ બની શકે તેમ હતો. ડૉક્ટરનું કહેવું છે કે, કાટ લાગેલી છરીને દૂર કરવામાં અને ક્ષતિગ્રસ્ત રક્તવાહિનીઓને રિપેર કરવામાં લગભગ 4 કલાકનો સમય લાગ્યો હતો. ડૉક્ટરોએ ધમનીઓ અને નસોને નુકસાન પહોંચાડ્યા વિના છરીને બહાર કાઢી હતી. સર્જરી પછી પાટીલ એક દિવસ માટે વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તે હવે સહી સલામત છે, અને બે દિવસ પછી તેને રજા આપવામાં આવશે.
આ મામલામાં તેજસ પાટીલે મીડિયાના સૂત્રોને કહ્યું કે, હું હજુ પણ આઘાતમાં છું કે, મોનિશે મને મારવાનો પ્રયાસ કર્યો. પાટીલે આરોપ લગાવ્યો હતો કે, મોનિશને દારૂ પીવાની સમસ્યા હતી અને હુમલો થયો ત્યારે તેનો મિત્ર મહેશ પણ તેની સાથે હતો. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મોનિશ થોડા દિવસો પહેલા તેના બિઝનેસમાં ભાગીદાર બન્યો હતો, પરંતુ ખરાબ સંગતના કારણે તે ગંભીરતાથી કામ કરતો ન હતો. હાલમાં સાનપાડા પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા હેઠળ 'હત્યાના પ્રયાસ'ના આરોપસર ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp