- National
- સાસરીયાવાળા સામે 18 લાખની કાર બગડી તો ગધેડા સાથે ખેંચીને શો રૂમ સુધી લઇ ગયો
સાસરીયાવાળા સામે 18 લાખની કાર બગડી તો ગધેડા સાથે ખેંચીને શો રૂમ સુધી લઇ ગયો
ઘણા લોકો નવી કાર સાથે રસ્તાને ચીરીને દોડાવવાના સપના જોતા હોય છે. જ્યારે નવી કાર આવે છે, ત્યારે આ સ્વપ્ન પણ સાકાર થાય છે. પરંતુ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિનું આ સપનું ધૂળમાં મળી ગયું. રસ્તામાં તેની નવી કાર ચાલતા ચાલતા અટકી ગઇ હતી. એકવાર નહીં પણ અનેક વાર. વાહન અટકી જવાને કારણે આ વ્યકિતના દુખનો અંત ન આવ્યો. એવામાં કારે સાસરાવાળા સામે જ દગો આપ્યો અને ચાલતી બંધ થઇ ગઇ. હવે સાસરાવાળા સામે તો ઇજ્જતનો સવાલ હતો. નવી કાર બંધ થઇ એટલે આ મહાશયે ગધેડાની સાથે ખેંચીને કારને શો રૂમ સુધી લઇ ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
कार खरीदना उदयपुर के एक युवक के लिए सरदर्द साबित हुआ है।कार बार बार ख़राब हो रही थी.. शो रूम वाले ने दरवाज़े बंद किए… तो ख़राब गाड़ी को गधे से खिंचवाया … @indiatvnews pic.twitter.com/wHaNBu8b75
— Manish Bhattacharya (INDIA TV)﮷ (@Manish_IndiaTV) April 26, 2023
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગધેડો ચમકતી કારને ખેંચી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારના માલિક રાજુકમાર પુરબિયાએ તેને શોરૂમમાં લઇ જવાનો છે.. આ માટે તેણે ગધેડાનો સહારો લીધો. ઉદયપુરના સુંદરવાસમાં રહેતા રાજકુમારે ફરિયાદ કરી છે કે થોડા દિવસ પહેલા તેણે હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા કાર ખરીદી હતી. પરંતુ થોડીવાર વાહન ચલાવ્યા બાદ કાર બગડી ગઇ હતી. રાજકુમારનો આરોપ છે કે કંપની વાળાએ તરત કોઇ મદદ ન કરી એટલે ગુસ્સામાં આવીને ગધેડાથી ખેંચીને શો રૂમ સુધી પહોંચાડી હતી.

કારના કારણે રાજકુમારને તેના સાસરિયાં સામે શરમ અનુભવવી પડી હતી. તેનું કહેવું છે કે તેણે આ વાહન લગભગ દોઢ મહિના પહેલા ખરીદ્યું હતું. થોડા જ દિવસોમાં તેને તકલીફો આવવા લાગી. આ દરમિયાન તેમની સગાઈ થઈ ગઈ. જ્યારે રાજકુમાર વિધિ પૂર્ણ કરવા માટે તેના સાસરે પહોંચ્યો ત્યારે ત્યાં જ કાર અટકી ગઇ હતી. કારમાં એક પછી એક આવતી સમસ્યાઓને કારણે તેમણે માથા પછાડ્યા હતા અને કારને પરત કરવાનો નિર્ણય કર્યો. શોરૂમના લોકોને શરમાવા માટે તેઓએ ગધેડા સાથે કાર ખેંચી હતી એમ રાજકુમારનું કહેવું છે.

આ પહેલા પાકિસ્તાનથી ગધેડા સાથે જોડાયેલા એક રસપ્રદ સમાચાર સામે આવ્યા હતા. ત્યાં એક વ્યક્તિએ પોતાના પાર્ટનરને લગ્નમાં એક ગધેડો ભેટમાં આપ્યો હતો. આ વ્યક્તિ પાકિસ્તાની યુટ્યુબર અઝલાન શાહ હતા જેણે વરીશા જાવેદ ખાન નામની ડોક્ટર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તેની પત્નીને ગધેડો ભેટ આપવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. અઝલને કહ્યું કે વરીશા પ્રાણીઓને પ્રેમ કરે છે અને ગધેડો સૌથી પ્યારું પ્રાણી છે

