ઉઘાડા પગે ફરિયાદ કરવા પહોંચલી વૃદ્ધાને પોલીસ સ્ટેશનના COએ જાતે ચપ્પલ પહેરાવ્યા

PC: janhittimes.in

સોશિયલ મીડિયા પર UP પોલીસને લગતા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થયા કરે છે. ક્યારેક UP પોલીસ પર વાયરલ વીડિયો અને ફોટાને લઈને સવાલો ઉઠાવવામાં આવે છે, તો ક્યારેક લોકો UP પોલીસના વખાણ કરતા થાકતા નથી. આ દિવસોમાં બાંદા પોલીસની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં એક પોલીસકર્મી વૃદ્ધ મહિલાને ચપ્પલ પહેરાવતો જોવા મળે છે. આ વાયરલ ફોટો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક વૃદ્ધ મહિલા પોતાની ફરિયાદ લઈને પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર જ્યુરીડિક્શનલ ટ્રાફિક ઓફિસર સત્ય પ્રકાશ શર્માએ જોયું કે, ફરિયાદ લઈને પહોંચેલી મહિલાના પગમાં ચપ્પલ પણ નથી. આ જોઈને સત્ય પ્રકાશ શર્માએ કોન્સ્ટેબલ પાસેથી ચપ્પલ મંગાવ્યા અને મહિલાને બેસવા માટે ખુરશી આપી. ચપ્પલ આવ્યા બાદ સત્ય પ્રકાશ શર્માએ મહિલાને પોતાના હાથે ચપ્પલ પહેરાવ્યા અને તેનું કામ પૂરું કરવાની ખાતરી આપી. પોલીસકર્મીનું આવું વલણ જોઈને વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા.

વાયરલ થઈ રહેલા ફોટો પર લોકો UP પોલીસના વખાણ કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે UPના CM યોગી આદિત્યનાથનું નામ લઈને લખ્યું કે, 'આ બાબાની પોલીસ છે.' @Ambuj_IND નામના ટ્વિટર યુઝરે ફોટો શેર કર્યો અને લખ્યું, 'યોગી બાબાની પોલીસ.', @Irudravs નામના યુઝરે પૂછ્યું, ચપ્પલ પહેરાવતી વખતે ફોટો કોણે લીધો?, @iamAshwiniyadav નામના યુઝરે કોમેન્ટ કરી કે, 'મને લાગ્યું કે આ યુનિફોર્મને UP પોલીસ કહેવાય. જવા દો, કંઈ નહિ, બધું બાજુ પર છોડો, આ એક અદ્ભુત અને પ્રશંસનીય કાર્ય છે. યુનિફોર્મનું આ સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે.'

@SonuPal55821895 નામના યુઝરે લખ્યું, 'દેશ અને રાજ્યમાં આવા ફેરફાર જરૂરી છે.' @mk_yad નામના એક યુઝરે કોમેન્ટ કરી, 'આ એક સારી પહેલ છે પરંતુ એ જ UP પોલીસ ઘણા નિર્દોષ લોકોને કસ્ટડીમાં લે છે અને 1 કલાક પછી તે વ્યક્તિના મૃત્યુની માહિતી ઘરે પહોંચે છે. આમાં ઘણા સુધારાની જરૂર છે, કારણ કે કસ્ટોડિયલ ડેથમાં UP પોલીસ નંબર વન છે.'

@prakashvinay18 નામના યુઝરે લખ્યું કે મિત્રો, પહેલા પણ આ જ ઓફિસરો હતા, પણ નેતૃત્વ બદલાયું એટલે તેમના વ્યવહારો પણ બદલાઈ ગયા. @RAVIRAN16999424 નામના યુઝરે પૂછ્યું, 'શું યોગી બાબાના શાસનમાં ગરીબોને ચપ્પલ ખરીદવાના પૈસા પણ નથી મળતા?, કોઈને ચપ્પલ જોઈએ તો શું તેણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી પડશે?'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp