કોબ્રાએ વૃદ્ધને ડંખ માર્યો, ગુસ્સામાં સાપને બોક્સમાં બંધ કરી હોસ્પિટલ પહોંચ્યો

PC: twitter.com

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક 65 વર્ષીય વ્યક્તિને સાપે ડંખ માર્યો હતો. આ પછી વૃદ્ધે સાપને એક પ્લાસ્ટિકના બોક્સમાં બંધ કરી દીધો અને સાપને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચી ગયો. ડોક્ટરે વૃદ્ધને દાખલ કરી તેની સારવાર શરૂ કરી દીધી છે. 

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક 65 વર્ષીય વ્યક્તિને તેના ઘરની બહાર ફરતા સાપને પકડવાની કોશિશ કરતી વખતે, તે સાપે તેને ડંખ માર્યો હતો. આ પછી વૃદ્ધે હિંમત બતાવીને સાપને પકડીને પ્લાસ્ટિકની બરણીમાં બંધ કરી દીધો અને સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે ડોક્ટરે હોસ્પિટલમાં કોબ્રા સાપને જોયો તો, તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, અને ભારે ઉતાવળથી ડોક્ટરે વૃદ્ધને તાત્કાલિક દાખલ કરીને સારવાર શરૂ કરી દીધી, જ્યાં વૃદ્ધની સ્થિતિ હવે સ્થિર હોવાનું કહેવાય છે. 

મળતી માહિતી મુજબ, શાહબાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ શ્રીશ્ચંદ્ર દ્વિવેદી વાસિત નગર ગામના રહેવાસી છે. વાસ્તવમાં, શ્રીશ્ચંદ્રના ઘરની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી સાપ જોવા મળતા હતા, જેને તેઓ સામાન્ય રીતે પકડીને ઘરથી દૂર છોડી આવતા હતા. શ્રીશ્ચંદ્રએ ઘરની બહાર બે કોબ્રા સાપ જોવામાં આવ્યા હતા. તે સમયે બાળકો ત્યાં રમી રહ્યા હતા. 

શ્રીશચંદ્રએ તરત જ બંને કોબ્રાને ઘરથી દૂર છોડાવવા માટે પકડવાનું શરૂ કર્યું. તે જ સમયે એક કોબ્રાએ તેના ડાબા હાથને ડંખ માર્યો. આ પછી પણ શ્રીશચંદ્ર ડર્યા નહીં અને બંને સાપને પકડીને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધા. 

આ પછી તેઓ પકડેલા સાપને સાથે લઈને શાહબાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા અને ડોક્ટરને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. તેણે પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ સાપ બતાવ્યા. શ્રીશ્ચંદ્રને જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડૉક્ટરે તરત જ ઉતાવળ કરીને શ્રીશ્ચંદ્રને દાખલ કરીને સારવાર શરૂ કરી. 

હાલ શ્રીશચંદ્રની સારવાર ચાલી રહી છે. તેની હાલત સામાન્ય છે. ડૉ. ધર્મેન્દ્રએ કહ્યું કે 65 વર્ષીય શ્રીશચંદ્ર હમણાં જ વાસિતનગરથી આવ્યા છે, તેઓ સાપને પ્લાસ્ટિકના ડબ્બામાં લઈને આવ્યા છે. અત્યારે તેમને Hb ટેસ્ટિંગ અને પ્રાથમિક સારવાર આપીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp