
આ દિવસોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. લોકો મોટા હોય કે નાના, ઓનલાઈન પોર્ટલ પર કલાકો વિતાવે છે. ઘણા લોકો પોતાની પ્રતિભા બતાવીને પ્રખ્યાત થઈ રહ્યા છે. કેટલાક લોકો એવું માને છે કે, અંગત જીવન સાથે જોડાયેલા વીડિયોને સાર્વજનિક બનાવવા પણ એક ટેલેન્ટ છે. તેઓ ફેમસ થવા માટે આવું કરે છે, કારણ કે ક્યારે કોઈ વિડિયો વાઈરલ થઈ જાય છે અને કોણ સેલિબ્રિટી બની જાય છે તે ખબર નથી પડતી. અમુક લાઈક્સ માટે લોકો કોઈપણ પ્રકારની પોસ્ટ મુકવા તૈયાર હોય છે. લિવિંગ રૂમથી આગળ વધીને હવે લોકો બેડરૂમના વીડિયો પણ શેર કરવા લાગ્યા છે. તાજેતરમાં એક નવપરિણીત યુગલે આવું જ કર્યું. તેમણે તેમના જ હનીમૂનનો વિડિયો (કપલ પોસ્ટ ફર્સ્ટ નાઈટ વીડિયો) સોશિયલ મીડિયા પર મૂકી દીધો.
રાહુલ અને આરુષિ નામનું કપલ કન્ટેન્ટ ક્રિએટર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના અનોખા વીડિયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ કપલે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે તેમના હનીમૂનનો છે. કપલ સુહાગરાતનો વીડિયો એટલે કે પરણ્યાની પહેલી રાત નવપરણિતો માટે તેમના જીવનની સૌથી ખાસ અને સૌથી ખાનગી ક્ષણ હોય છે, જે ખાનગી રહે તો સારું લાગે છે. પરંતુ હવે લોકો માત્ર ફેમસ થવાના કારણે વિચિત્ર રીલ્સ બનાવી રહ્યા છે અને પોતાની પર્સનલ લાઈફને પણ હાઈલાઈટ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં લખ્યું છે, અમે અમારી પહેલી રાત આ રીતે ઉજવી. વીડિયોમાં નવવિવાહિત કપલ તેમના રૂમમાં છે અને પતિ તેની પત્નીના વાળ ખોલવામાં મદદ કરી રહ્યો છે. નવવધૂઓને શણગારતી વખતે, પાર્લરના કલાકારો તેમના વાળ પર ઘણી બધી હેર પિન લગાવે છે, જેને દૂર કરવામાં ઘણો સમય અને મહેનત લાગે છે. આવી સ્થિતિમાં, આ વીડિયોમાં પણ પતિ તેની પત્નીના વાળમાંથી લગાવેલી પિન ખેંચવામાં વ્યસ્ત છે. વાળની ગાંઠ ખોલ્યા પછી, બંને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને વિડિયો સમાપ્ત થાય છે.
કપલને કદાચ એ પણ સમજાયું હતું કે, આ વીડિયો માટે તેમને ટીકા સાંભળવા મળશે, તેથી તેમણે વીડિયોનો કોમેન્ટ સેક્શન બંધ કરી દીધો છે, જેથી કોઈ દર્શક કોમેન્ટ ન કરી શકે. આવી સ્થિતિમાં કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વીડિયોને લગભગ 6 લાખ વ્યૂઝ મળ્યા છે અને 13 હજારથી વધુ લાઈક્સ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp