ગંદકી, દુર્ગંધ અને તબેલામાં વૃદ્ધ માતા..., પુત્રોની ક્રૂરતા તમને રડાવી દેશે

PC: aajtak.in

માં એ એવી દેવી છે કે જેના ચરણોમાં સ્વર્ગ રહેલું હોય છે, એક માં અનેક યાતનાઓ વેઠીને બાળકોને જન્મ આપતી હોય છે, જ્યાં સુધી માં જીવિત હોય છે ત્યાં સુધી તેના બાળકને કઈ પણ થાય તો માં બ્હાવરી બની જતી હોય છે, તેનું સંતાન ગમે તેટલું મોટું થઇ જાય પણ તે તેનું દુઃખ જરા પણ જોઈ શકતી નથી. એ માં ને જ્યારે સંતાનો તરછોડી મૂકતાં હોય તો અને નર્ક જેવી જિંદગી જીવવા માટે મજબુર કરતા હોય તે દીકરાઓનું જીવન નકામું થઇ જાય છે. અહીં એક એવી ઘટના સામે આવી છે.

અમૃતસરના ડૈમગંજમાંથી માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે. જે કોઈપણની આંખમાં આંસુ લાવી દેશે. અહીં ત્રણ બાળકોની માતા એવી જગ્યાએ રહેવા મજબૂર છે, જ્યાં દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ચોંકાવનારા મામલાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન ગંદકી અને દુર્ગંધના કારણે પોલીસકર્મીઓ પણ મોઢા પર રૂમાલ રાખવા માટે મજબુર બન્યા હતા.

ડૈમગંજમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ત્રણ છોકરા અને એક છોકરી છે. ત્રણેય છોકરાઓ પરિણીત છે. જે છોકરાઓને તેણે ખવડાવી-પીવડાવીને મોટા કર્યા તે જ છોકરાઓએ તેને તબેલામાં રહેવા માટે મજબુર કરી દીધી. તબેલામાં બાંધેલા ઘોડા અને ચારેય તરફ ફેલાયેલી ગંદકીના કારણે અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે.

આ કિસ્સામાં, આ વૃદ્ધ મહિલાની પુત્રી ગુરમીત કૌર કહે છે કે, તે અહીં તેની માતાની સંભાળ લેવા આવે છે. પરંતુ તેના ભાઈઓ તેની માતાની વાત સાંભળતા નથી. એટલું જ નહીં તેની સાથે પણ ઝઘડો કરે છે. જ્યારે, પાડોશીઓનું કહેવું છે કે, મહિલાનું ધ્યાન રાખવાની વાત તો દૂર, તેના છોકરાઓ ઘોડાને પણ ખાવા માટે કંઈ આપતા નથી.

આ મામલાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની પૂછપરછ કરી હતી. આ પછી ASI શમશેર સિંહે જણાવ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાને ત્રણ પુત્રો છે, જે તમામ પરિણીત છે. પરંતુ, કોઈ પણ તેની કોઈ કાળજી લેતું નથી.

આ ઘટના સામે આવ્યા પછી આ વિસ્તારના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો કહે છે કે, કોઈ સંતાન આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે કે, તેની માતા તબેલામાં રહે અને તે ઘરમાં રહે. એ વિચારીને દુઃખ થાય છે કે, ત્રણ પુત્રો અને ત્રણ પુત્રવધૂ હોવા છતાં પણ તેમની માતા આ પ્રકારનું જીવવા માટે મજબૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp