ડૉક્ટર મહિલાને કહે તમે સુંદર છો તો પ્લાસ્ટિક સર્જરી કેમ કરાવો છો, કોર્ટે 6 માસ..

PC: amarujala.com

મુંબઈમાં એક ડૉક્ટરને તેની મહિલા દર્દી સાથે પ્રેમભર્યો વાર્તાલાપ ભારે પડી ગયો. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે ડોક્ટરને છ મહિનાની જેલની સજા ફટકારી દીધી છે. આ મહિલા તેના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવવા ડૉક્ટર પાસે ગઈ હતી. કોર્ટના મતે ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. ડોક્ટરે પોતાની આવી હરકતોથી મહિલાઓની ગરિમા સાથે રમત રમી છે.

મુંબઈમાં રહેતી મહિલાએ સુનાવણી દરમિયાન જણાવ્યું કે, વર્ષ 2017માં તે ગુજરાત ગઈ હતી. આ દરમિયાન તેના નાકમાં ઈજા થઈ હતી. મુંબઈ પરત ફર્યા બાદ તે બીજા ડૉક્ટર પાસે ગઈ અને સર્જરી કરાવી. એક મહિના પછી તેને નાકમાં થોડો સોજો થયાનો અનુભવ થયો, તેથી તે ફરીથી ડૉક્ટર પાસે પહોંચી અને તેના વિશે જણાવ્યું. મહિલાના જણાવ્યા અનુસાર તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ સમસ્યા સાંભળ્યા પછી, ડૉક્ટરે બીજી સર્જરી કરી હતી, પરંતુ જ્યારે આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો, ત્યારે સર્જને તેને આરોપી ડૉક્ટર પાસે મોકલી હતી.

મહિલાએ જણાવ્યું કે, સારવાર દરમિયાન આરોપી ડોક્ટરે તેને ખરાબ વાતો કહી. તેણે કહ્યું કે 63 વર્ષીય ડૉક્ટર અચાનક જ મહિલાની પ્રશંસા કરતા હતા અને તેમની પાસેથી અંગત તરફેણ માટે પૂછતા હતા. મીડિયાના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન ડોક્ટર મહિલાને કહેતા હતા કે, તમે ખૂબ જ સુંદર છો. તમે ખૂબ સારા દેખાવ પણ છો. તમે પ્લાસ્ટિક સર્જરી કેમ કરાવી રહ્યા છો?

આદેશ જાહેર કરતાં મેજિસ્ટ્રેટે કહ્યું કે, ડૉક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ એવો છે કે, ડૉક્ટરે સારવાર દરમિયાન એક મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. ખાસ કરીને મહિલા દર્દીઓના કિસ્સામાં તો તેમને વધુ ધ્યાન આપીને કામ કરવાની જરૂર છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નદીમ A પટેલે જણાવ્યું હતું કે, સિનિયર ડૉક્ટર હોવા છતાં, પોતાની ફરજ વિશે જાણતા હોવા છતાં આરોપીએ મહિલાની ગરિમા સાથે રમત કરી હતી. એક ડૉક્ટર પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા હોતી નથી અને તે સહન કરવાની બહાર છે. તેમણે કહ્યું કે, આ સમાજ માટે પણ ખતરનાક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp