કુતરો 2 વર્ષની બાળકીને કરડ્યો, પછી તે ગામના 40 લોકોને કરડી, માસૂમનું મોત

PC: jagran.com

ઉત્તર પ્રદેશના જાલૌનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગામમાં કુતરો 2 વર્ષની બાળકીને કરડ્યો હતો અને એ બાળકી ગામના 40 લોકોને કરડી હતી. એ પછી બાળકીનું મોત થયું છે અને ગામના લોકો ટેન્શનમાં આવી ગયા છે.

UPના જાલૌનમાં એક રખડતો કૂતરો 2 વર્ષની બાળકીને કરડ્યો હતો. જે બાદ માસૂમનું મોત થયું હતું. પરંતુ  બાળકીના મોત પહેલાં તેણે રમતા રમતા પરિવારના અને ગામના 40 લોકોને કરડી લીધું હતું. માસૂમના મોતના સમાચાર બાદ હવે ગામના લોકો ચિંતામાં આવી ગયા છે અન્ સ્થાનિક હેલ્થ સેન્ટર પર હડકવાની રસી લેવા માટે દોડી રહ્યા છે.માસૂમના પિતાએ આરોપ લગાવતા કહ્યું છે કે સાસરિયા પક્ષના લોકોએ મારી દીકરીની સારવાર કરાવવાને બદલે તંત્ર મંત્રના ચક્કરમાં પડી ગયા હતા, જેને કારણે મારી દીકરીનું મોત થયું છે.

આ ઘટના કોંચ તહસીલના ક્યોલારી ગામનો છે. અહીં 2 વર્ષની માસૂમ બાળકી કાવ્યાનું કૂતરાના કરડવાથી મોત થયું હતું. બાળકીના પરિવારના સભ્યોએ તેની સમયસર સારવાર ન કરાવી અને તે વિધી માટે બાવાઓના ચક્કરમાં પડ્યા હતા. એ પછી  જ્યારે માસૂમ બાળકી કાવ્યાની હાલત વધુ ખરાબ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. માસૂમની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને ઝાંસીની હોસ્પિટલમાં રિફર કરી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કાવ્યાનું  રસ્તામાં જ મોત થઈ ગયું હતું.

જ્યારે કાવ્યાના મોતની ગામના લોકોને ખબર પડી ત્યારે ગામમાં હડકંપ મચી ગયો હતો, કારણકે કાવ્યા 40 લોકોને કરડી ચૂકી હતી. હવે લોકો ગામની આરોગ્ય હોસ્પિટલ પહોંચીને હડકવાની રસી મુકાવી રહ્યા છે.

ક્યોલારી ગામના રહેવાસી મોહન કુશવાહાની 2 વર્ષની પુત્રી કાવ્યા થોડા દિવસો પહેલા તેની માતા અનિતા દેવી સાથે હિંડોખરા ગામ ખાતે તેના મામાના ઘરે ગઈ હતી. જ્યાં તેને બીમાર કૂતરો કરડ્યો હતો. પરિવારના સભ્યોએ કોઇ ઓઝા પાસે  વિધિ કરાવી હતી.

એ પછી બાળકીના પરિવારને લાગ્યું કે હવે બાળકી બિમાર નહીં પડે. બાળકી તેની માતા સાથે તેના ગામ પાછી આવી ત્યારે તેને હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા, પરંતુ તેમ છતાં પરિવારના સભ્યોએ ધ્યાન આપ્યું નહીં. કાવ્યા ગામના લગભગ 40 લોકોને કરડી હતી અને કેટલાંક લોકો ઘાયલ પણ થયા હતા, આમ છતા બાળકીની હરકતો પર કોઇએ ધ્યાન આપ્યું નહીં. જ્યારે બાળકી બિમાર પડી ત્યારે તેને બચાવી શકાઇ નહીં.

ગામના CHCના ચીફ ફાર્માસિસ્ટ રાજકુમાર મિશ્રાએ કહ્યું હતું કે, ક્યોલારી ગામના 40થી વધારે લોકો હડકવાની રસી લેવા માટે હોસ્પિટલ આવ્યા છે. ઇંજેકશનનો પુરતા છે, હજુ વધું લોકો આવે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp