આ મંદિરનો ગુંબજ સાડા 5 કિલો સોનું અને 596 કિલો તાંબાથી ચમકશે

PC: amarujala.com

હિમાચલ પ્રદેશના ઐતિહાસિક શક્તિપીઠ શ્રી નયનાદેવીજીનો ગુંબજ ટૂંક સમયમાં જ સોનાના રૂપમાં જોવા મળશે. મુખ્ય મંદિરના ઘુમ્મટને સુવર્ણ મંદિર જેવો સોનાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુંબજ પર આશરે સાડા પાંચ કિલોગ્રામ સોનું અને 596 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે.

ગુંબજ પર સોનું લગાવવાનો ખર્ચ 16 કરોડ રૂપિયા થશે. દિલ્હીના એક બિઝનેસમેન આ રકમ ગુપ્ત રીતે દાન કરી રહ્યા છે. આ કામ કરવા માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી કામદારોને બોલાવવામાં આવ્યા છે. કારીગરો હાલમાં ગુંબજ માટે ઉપયોગમાં લેવાતા તાંબા અને સોનાના મિશ્રણની પ્લેટ તૈયાર કરી રહ્યા છે. આ પ્લેટો પર પણ કોતરણી કરવામાં આવી રહી છે. પ્લેટો તૈયાર થયા બાદ તેને ઘુમ્મટ પર લગાવવાનું કામ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભક્તો તેમની માનતા પરિપૂર્ણતા થવા પર શ્રી નયનાદેવીજીને સોના અને ચાંદીનું દાન કરી રહ્યા છે. અગાઉ, પંજાબના એક ભક્તે ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે ત્રણ કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું હતું. નાભાના એક ભક્ત દ્વારા મંદિરના ઘુમ્મટ પર સોનાની કલગી સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે એક ભક્ત દ્વારા 19 કિલો ચાંદીનું છત્ર દાનમાં આપવામાં આવ્યું હતું. મંદિરના અધિકારી વિપિન ઠાકુરે જણાવ્યું કે, શ્રી નયનાદેવીજીના મુખ્ય મંદિરના ગુંબજને સોના જેવો બનાવવાનું કામ મંદિર ટ્રસ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા પણ પંજાબના સામાજિક સંગઠનો દ્વારા મંદિરના શણગારમાં સોનાનું કામ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ પંજાબની શ્રી નયનાદેવી લંગર સમિતિની સામાજિક સેવા સંસ્થા દ્વારા માતાજીના મંદિરના સુવર્ણ ઘુમ્મટનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારપછી લુધિયાણાની એક સામાજિક કાર્યકર્તા સંસ્થા દ્વારા ગર્ભગૃહની અંદર તાંબા પર લગભગ 3 કિલો સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો, જ્યારે મંદિરના ગર્ભગૃહમાં રોપરની એક સામાજિક કાર્યકર સંસ્થા દ્વારા ચાંદીનો મોટું છત્ર લગાવવામાં આવ્યું છે, જેનું વજન 19 કિગ્રા 500 ગ્રામ છે.

મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધરમપાલે જણાવ્યું કે, આ કામ મંદિર ટ્રસ્ટની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. માતાજીના મંદિરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે સોનાનું કામ કરવામાં આવે છે અને આ સોનાને તાંબાની ઉપર ચડાવવામાં આવ્યું છે, જે કારીગરો દ્વારા સારી રીતે કરવામાં આવે છે. હવે માતાનું આ મનમોહક મંદિર દૂર-દૂર સુધી માં ના ભક્તોને પસંદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp